કોરોનાવાઈરસ / કેન્સર હોસ્પિટલમાં 35 દિવસમાં જ સ્ટાફના 100ને કોરોનાનો ચેપ

Coronavirus infection of 100 staff in just 35 days at the cancer hospital
X
Coronavirus infection of 100 staff in just 35 days at the cancer hospital

  • સુરક્ષાનાં સાધનો ન મળતાં ચેપ ફેલાયાનો આરોપ

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:40 AM IST

અમદાવાદ. શનિવારે કેન્સરનાં દર્દીની સારવાર કરતી કેન્સર હોસ્પિટલનાં વધુ એક સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ કેસનો આંકડો 100 પર પહોંચ્યો છે. મહ્ત્વની વાત એ છે કે, કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ આવેલાં 100 લોકોમાં કોવિડ હોસ્પિટલમાં નહિ ડ્યુટી કરવાથી નહિ પણ કેન્સર હોસ્પિટલે કોરોના સામે સુરક્ષાના સાધનો ન અપાતા એકથી બીજા વિભાગમાં ચેપ ફેલાયો હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યો છે.
રેડિયોથેરોપી, એચઆર અને રેડિયોલોજી વિભાગનાં ડોક્ટરો, નર્સ કોરોનાની લપેટમાં 
કેન્સર હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ, શનિવારે રેડિયોલોજી વિભાગના એક ટેકનિશિયનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે હવે હોસ્પિટલનાં સ્ટાફમાં કોરોના પોઝિટિવનો આંકડો 100 પર પહોંચ્યો છે. કેન્સર હોસ્પિટલની નર્સનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં બાદ હોસ્પિટલે કોઇ પગલા લીધા ન હતા, જેને કારણે ગત 17 એપ્રિલથી આજ દિન સુધી હોસ્પિટલના રેડિયોથેરોપી, એચઆર અને રેડિયોલોજી વિભાગનાં ડોક્ટરો, નર્સ અને સર્વન્ટ વગેરે કોરોનાની લપેટમાં આવ્યાં છે. તેમજ છેલ્લાં 35 દિવસમાં હોસ્પિટલ સ્ટાફનાં 100 લોકો કોરોનાની લપેટમાં આવ્યાં હોવા છતાં હોસ્પિટલે કોઇ પગલા લીધા નથી અને આ અંગે રાજ્યનો આરોગ્ય વિભાગ પણ કેમ કોઇ ચૂપકીદી સેવી રહ્યો છે તે પણ એક સવાલ છે. 
કોરોના ટેસ્ટ પણ કરાવ્યો ન હતો
અગાઉ હોસ્પિટલનાં પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં ફરજ બજાવતી નર્સની હાલત ગંભીર છે. આ નર્સ દ્વારા હોસ્પિટલતંત્ર સમક્ષ વારંવાર માસ્ક, સેનિટાઇઝર અને પીપીઇ કીટ સહિતની માંગણી કરી હતી, પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ સુવિધા અપાઇ ન હતી કે કોરોના ટેસ્ટ પણ કરાવ્યો ન હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી