અનોખો સંયોગ:અમદાવાદમાં 11 સાયન્સના વિદ્યાર્થીએ કહ્યું જન્મ દિવસે જ કોરોનાની વેક્સિન ગિફ્ટ સાબિત થઈ,આજનો દિવસ યાદગાર બનશે

અમદાવાદ5 મહિનો પહેલા
વિદ્યાર્થીએ તમામ લોકોને રસી લેવા અપીલ કરી
  • આરોગ્યકર્મીઓ વિદ્યાર્થીને જન્મદિનની નિમિત્તે શુભેચ્છા પાઠવી

દેશભરમાં કિશોર વયના વિદ્યાર્થીઓ માટે રસીકરણની શરૂઆત થઇ છે. ત્યારે અમદાવાદમાં ધોરણ 11 સાયન્સમાં ભણતા એક વિદ્યાર્થી માટે કોરોનાની વેક્સિન ગિફ્ટ સમાન બની છે. અમદાવાદના મેમનગર વિસ્તારની શાળાના વિદ્યાર્થીનો આજે જન્મદિવસ હતો અને તે વેક્સિન લેવા પાત્ર છે. યોગાનુયોગ તેની શાળામાં આજે રસીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેના જન્મદિવસ નિમિત્તે જ વેક્સિન લેવાનો સંયોગ સર્જાયો છે.

આરોગ્ય કર્મીઓએ વિદ્યાર્થીને બિરદાવ્યો
અમદાવાદના મેમનગર વિસ્તારની દિવ્ય પથ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિયાંશ વાઘેલા નામના વિદ્યાર્થી માટે કોરોનાની રસી ગિફ્ટ સમાન સાબિત થઈ. કારણકે પ્રિયાંશ જ્યારે રસી લેવા પહોંચ્યો ત્યારે એક રસપ્રદ બાબત ધ્યાને આવી, કે આજે તેમનો જન્મદિવસ છે.જન્મદિન નિમિત્તે કોરોનાની રસી લેવાનો અનોખો અને રસપ્રદ બન્યો પણ સર્જાયો આજના ખાસ દિવસે વેક્સિન લેતા શાળા પરિવાર અને વેક્સિન આપવા માટે પહોંચેલા આરોગ્યકર્મીઓ પણ આ વિદ્યાર્થીને જન્મદિનની નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. તે ઉપરાંત તેને રસી લેવા માટે પણ બિરદાવ્યો હતો.

ગુજરાતમાં પહેલા જ દિવસે 5.50 લાખને વેક્સિન અપાઈ
ગુજરાતમાં પહેલા જ દિવસે 5.50 લાખને વેક્સિન અપાઈ

વિદ્યાર્થીએ તમામને રસી લેવા અપીલ કરી
પ્રિયાંશુ વાઘેલા નામના વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે આજનો દિવસ તેના માટે યાદગાર બની રહેશે. કારણ કે તેના પરિવારમાં તમામ સભ્યો રસી લઇ ચૂક્યા હતા અને તે પણ રાહ જોઈ રહ્યો હતો કે તેમના માટે રસીકરણની ક્યારે શરૂઆત થશે.યોગાનુયોગ જ્યારે રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે તેના બીજા જ દિવસે તેના શાળામાં પણ વેક્સીન આપવાનું કેમ્પનું અયોજન કરવામાં આવ્યું, અને આજના દિવસે વેકસીન લીધી. પ્રિયાંશની સાથે સાથે તેના પિતાએ પણ તમામને રસી લેવા માટે અપીલ કરી.

ગુજરાતમાં પહેલા જ દિવસે 5.50 લાખને વેક્સિન અપાઈ
રાજ્યનાં 15થી 18 વર્ષ વચ્ચેનાં 35 લાખ બાળકોને રસી આપવાની શરૂઆત સોમવારે કરવામાં આવી હતી. પહેલા દિવસે સાંજે વાગ્યા સુધી 5.50 લાખથી વધારે બાળકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની કોબાવાલા હાઇસ્કૂલથી કરાવ્યો હતો. રાજ્યમાં વયજૂથમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિનેશન ડ્રાઇવ અન્વયે 3થી 7 જાન્યુઆરી સુધી આવરી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...