સપત્કનો છઠ્ઠો દિવસ:કોરોના સંક્રમણ વધતા સપ્તક સમારોહ આજથી મોકૂફ રખાયો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તકના બાકીના સત્રો અંગે પરિસ્થિતિ સામાન્ય થયા બાદ નિર્ણય લેવાશે

42મા સપ્તક સંગીત સમારોહની છઠ્ઠી રાત્રિ અગાઉ આ સમાચાર મળતા જ કલાકારો અને સંગીતપ્રેમીઓને ભારે આંચકો લાગ્યો. અંતે જેનો ડર હતો એજ થયું. કેમ કે આ હાલ પૂરતી અંતિમ રાત્રિ હતી. શુક્રવારથી અચોક્કસ સમય સુધી સપ્તક નહીં યોજાય તેવું જાહેર થયું છે. છઠ્ઠી રાત્રિએ સૌપ્રથમ સુરજીતસિંઘનું તબલા વાદન યોજાયું. ત્યાર પછી બીજા સેશનમાં કુશલદાસ અને શશાંક સુબ્રમણ્યમે ડ્યુએટમાં સિતારવાદનની પ્રસ્તુતિ કરી.

તબલા વાદન અને સિતારનું ડ્યુએટ પર્ફોર્મન્સ પ્રસ્તુત થયું
સપ્તકની છઠ્ઠી રાત્રે પ્રથમ સેશનમાં સુરજીતસિંઘનું તબલા વાદન પ્રસ્તુત થયું. તેમણે તીનતાલમાં પેશકર, ટુકડા અને ચક્રધારની પ્રસ્તુતિ કરી. તેમની સાથે હાર્મોનિયમ પર નિલય સાલ્વેએ સંગત કરી. જ્યારે બીજા સેશનમાં કુશલદાસ અને શશાંક સુબ્રમણ્યમનું સિતાર ડ્યુએટ પર્ફોર્મન્સ યોજાયું. તેમણે રાગ પૂરીયા ધનાશ્રીની પ્રસ્તુતિ કરી. તબલા પર કુમાર બોઝ અને મૃદંગમ પર ડૉ. પત્રી સતીશ કુમારે સંગત કરી.

સપ્તકની છઠ્ઠી રાત્રિની આ તસવીર ઘણું કહી જાય છે. રોજ તો સંગીતપ્રેમીઓ ગાદલા પર બેસીને સંગીત માણતા પણ જેમ જેમ કોરોનાના કેસ વધતા ગયા તેમ તેમ અંતર વધ્યું. ગુરુવારે તો ગાદલાની જગ્યા ખુરશીઓએ લીધી અને તે પણ અંતર સાથે આ રીતે ગોઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...