તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રેઝ ઘટ્યો:કોરોના સમયમાં ફોરેન લેંગ્વેજ શીખતા વિદ્યાર્થીઓમાં 60 ટકાનો ઘટાડો થયો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદી વિદ્યાર્થીઓમાં સ્પેનિસ, જર્મન, ફ્રેંન્ચ ભાષા શીખવાનો વધારે ટ્રેન્ડ

અમદાવાદમાં વિદેશ જવા માટે વિદ્યાર્થીઓમાં ફોરેન લેંગવેજ શીખવાનો ક્રેઝ વધારે જોવા મળતો હતો. પરંતુ કોરનાના કારણે પાછલાં 9 મહિનાથી વિદ્યાર્થીઓનું પ્રમાણ 60 ટકા જેટલું ઘટ્યું છે. 2019માં અંદાજીત 10000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હતાં. હાલમાં 2000 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયેલા છે. અમદાવાદી વિદ્યાર્થીઓમાં સ્પેનિસ, જર્મન, ફ્રેંન્ચ ભાષા શીખવા માટે વધારે ક્રેઝ જોવા મળે છે. કારણકે ટેકનિકલ વૈશ્વિક સ્તરે કામ કરવા માંગતા વિદ્યાર્થીમાં જર્મન તેમજ ફ્રેંચ ભાષાના જાણકારો માટે સારી વ્યલસાયિક તકો મળે છે. આ ઉપરાંત ઓનલાઇન કોલ સેન્ટરમાં પણ સારા પગારની નોકરી મળતી હોવાથી વિદ્યાર્થીઓને આ ભાષા શીખવામા વધારે રસ હોય છે.

કેમ્બ્રિજ ઇન્સિટ્યુટના ડિરેક્ટર દેવાંગ સોલંકી જણાવ્યું હતું કે વિશ્વના સૌથી વધારે ડિમાન્ડીંગ ભાષા હોવાથી વિદ્યાર્થીઓ ફ્રેન્ચ ભાષા શીખવામાં વધારે રસ ધરાવે છે. ત્યારબાદ સ્પેનિસ અને જર્મન ભાષામાં રસ લે છે. કોરોના કારણે હજુ ક્લાસિસ ખોલવા પર પ્રતિબંધ છે. તેથી અત્યારે ઓનલાઇન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. અમે મોટાભાગે પ્રેક્ટિકલ નોલેજ પર ભાર મૂકીએ છીએ. વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓ પણ અમદાવાદમાંથી સારા હતાં. પરંતુ કોરોના પછી માત્ર 30 ટકા જ વિદ્યાર્થીઓ જોડાયેલા છે.

વિદેશ જવા માંગતા સાથે ભાષાના વિદ્યાર્થી પણ ઘટ્યાં
એલાયન્સ ફ્રેન્ચાઇઝીસના ધ્રુમિલ ચૌહાણે ફ્રેન્ચ ભાષાના વિદ્યાર્થીઓ અંગે જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થયો છે. પરંતુ લોકડાઉન સમયમા ઘણાં લોકો લેંગ્વેજ સ્કીલ શીખવા માટે જોડાયા હતાં. નવા 40 જેટલા વિદ્યાર્થી કોરોના સમય દરમ્યાન જોડાયા હતાં. મિડિયા ટ્રાન્લેશન, વોઇસ ઓવર આર્ટિસ્ટ કે વિદેશી કંપનીમાં ટેલિકોલર તરીકે જોબ મેળવવા માંગતા યંગ પ્રોફેશનલ લોકો પણ નવી લેંગવેજ શીખવા જોડાય છે. અત્યારે વર્ક ફ્રોમ હોમ હોવાથી ઘણાં બધાં યંગ સ્ટુડન્ટ બ્રાઇટ કેરિયર માટે પણ લેંગવેજ શીખતા હોય છે. એકંદરે વિવિધ ભાષાઓને શીખવાના ક્ષેત્રે કોરોનાને કારણે વધુ અસર થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...