તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય:કોરોનાના ટેસ્ટિંગ ચાર્જમાં 1 હજાર રૂપિયાનો ઘટાડો, હવેથી ખાનગી લેબના 1500 અને ઘરેથી કરાવવો હોય તો 2 હજાર ચૂકવવા પડશે

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

રાજ્ય સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે, જેમાં કોરોના વાઇરસના ટેસ્ટિંગ માટેના ચાર્જમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. જો ઘરેથી કોઈ વ્યક્તિએ ટેસ્ટ કરાવવો હશે તો હવે 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ ટેસ્ટિંગ માટે 3 હજાર રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હતો. આવતીકાલથી આ ચાર્જ લાગુ કરવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં દરમિયાન અત્યારસુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અગાઉ પણ ચાર્જ ઘટાડવામાં આવ્યો હતો
રાજ્યની ખાનગી લેબોમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાને લઇને મહત્ત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આજથી રાજ્યભરમાં ખાનગી લેબોમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ ઘટાડીને 2500 કરવામાં આવ્યો છે. તેમજ જો આ ટેસ્ટ ઘરે બોલાવીને કરાવવામાં આવશે તો રૂ. 3 હજાર ચૂકવવાના રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો