તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પષ્ટતા:કોરોનાની ટેસ્ટકિટ મર્યાદિત છે, કોઈનો વહેમ દૂર કરવા ટેસ્ટ નહીં કરીએ : નેહરા 

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજય નેહરા. - Divya Bhaskar
વિજય નેહરા.
  • ઓફિસ કે સોસાયટીમાં પોઝિટિવ મળ્યા પછી તરત જ બીજાના ટેસ્ટ નહીં
  • સુપર સ્પ્રેડર્સ, વૃદ્ધો અને કોરોના ધરાવનારને જ ટેસ્ટ માટે પ્રાથમિકતા અપાશે

શહેરમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ધીમી થઇ ગઇ હોવાની ફરિયાદો વચ્ચે મ્યુનિ. કમિશનરે સ્પષ્ટતા કરી છેકે, ટેસ્ટ કરવા માટે અમારી પ્રાથમિકતા  સુપર સ્પ્રેડર, વૃદ્ધો અને લક્ષણો ધરાવતી વ્યક્તિઓ છે.  શહેરમાં કેસની સંખ્યા વધી રહી છે ત્યારે રોજના એકથી દોઢ હજાર ટેસ્ટ થઇ રહ્યા છે. તેમજ કેટલાક કોરોનાગ્રસ્ત લોકોના પરિવારજનોના પણ ટેસ્ટ નહીં કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. મ્યુનિ. હેલ્પ લાઇન પર પણ ફોનનો મારો ચાલી રહ્યો છે કે, તેમના પરિવારજનો કે તેમની ઓફિસમાં એક વ્યક્તિને કોરોના આવ્યો છે તો તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે.  મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ વધુમાં જણાવ્યું કે, ટેસ્ટિંગ એક મર્યાદિત સંસાધન છે, અનાવશ્યક ટેસ્ટિંગ કરી શકીએ તેમ નથી. એવું જરૂરી નથી કે, એક ઓફિસમાં એક વ્યક્તિ પોઝિટિવ આવે અને તે પછી તરતજ તમામનો ટેસ્ટ કરવામાં આવે અને તે તમામનો ટેસ્ટ નેગેટિવ જ આવે. અમુક દિવસ પછી જ તેમનો ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે. 7 દિવસ પછી લક્ષણ જણાય તો જ ટેસ્ટ કરી શકાય.  ક્વોરન્ટાઈન થવું પડશે, લક્ષણો દેખાય પછી ટેસ્ટ તમને વહેમ છેકે, તમને કદાચ કોરોના હોઇ શકે તમે ટેસ્ટ કરી આપો કમિશનર : કોઇ નાગરિકને શંકા હોય તે દૂર કરવા ટેસ્ટની જોગવાઇ નથી.  મારા સોસાયટી- ઓફિસમાં કોઇને કોરોના થયો છે તો અમારો ટેસ્ટ કરો.  કમિશનર : માત્ર જે લોકો કોન્ટેક્ટમાં આવ્યા હોય, અને તેમને 7 દિવસ કોરન્ટાઇન કર્યા પછી જો લક્ષણો દેખાય તો જ ટેસ્ટ કરી શકાય.  મારા પરિવારના સભ્યને કોરોના પોઝિટિવ છે, અમારો ટેસ્ટ કરી આપો.  સ્પષ્ટતાં : આવા પરિવારે 7 દિવસ ક્વોરન્ટાઇન થવાનું હોય છે, જો 7 દિવસના આ સમયમાં કોઇ લક્ષણ દેખાય તો જ તેમનો ટેસ્ટ કરાય.   કોનું ટેસ્ટિંગ થઇ શકે મ્યુનિ. કમિશનરે સ્પષ્ટ કર્યું કે, શહેરના સુપરસ્પ્રેડર્સ જેઓ મહત્તમ લોકોને ચેપ લગાવી શકે તેમ છે. તેમનો કોરોના ટેસ્ટ થઇ શકે. તે ઉપરાંત વૃદ્ધોનો તત્કાલ ટેસ્ટ કરાશે. અને  જે લોકોને કોરોનાના સ્પષ્ટ લક્ષણો જણાંતા હોય તેવા વ્યક્તિના ટેસ્ટ થઇ શકે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય.

અન્ય સમાચારો પણ છે...