તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:વિધાનસભા સત્ર શરૂ થતા પહેલાં કોરોનાની તપાસ, સચિવાલયમાં પાંચ હજાર ટેસ્ટ 60 કર્મચારી પોઝિટિવ આવ્યા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવાર સુધીમાં તમામ મંત્રીઓના ટેસ્ટ કરાશે

રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાની સાથે સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં પણ ફેલાયું છે ત્યારે સચિવાલયના તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરવાની કામગીરીના ભાગરૂપે અત્યારસુધીમાં 5 હજારથી વધુ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 60 કર્મચારીઓ પોઝીટીવ જણાયા છે.

અત્યાર સુધીની ટેસ્ટની કામગીરીમાં સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા ન હતા પરંતુ હવે વિધાનસભા સત્રની કામગીરીના પગલે ઉચ્ચ અધિકારીઓના પણ ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ હવે મંત્રીઓના ટેસ્ટ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. શનિવાર સુધીમાં તમામ મંત્રીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...