તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર AMC:6 દિવસથી કોરોનાની સાઇટ મ્યુનિસિપલ કોર્પોરેશને અપડેટ જ કરી નથી, 7 જુલાઈથી 615 એક્ટિવ કેસો બતાવે છે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા

શહેરમાં કોરોનાના કેસોની સતત માહિતી અપડેટ સાથે નાગરિકોને મળી રહે તેવો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ મ્યુનિ. દ્વારા તત્કાલ વેબસાઇટને સતત અપડેટ રખાતી હતી. જોકે છેલ્લા છ દિવસથી આ વેબસાઇટમાં મ્યુનિ.એ અપડેટ જ કરી નથી. ગત 7 જુલાઈ બાદ આ વેબસાઇટ અપડેટ કરાઈ નથી. તે પ્રમાણે જોઈએ તો હજુ શહેરમાં 615 કરતાં વધારે કેસો એક્ટિવ બતાવે છે.

બીજી તરફ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. સોમવારે અમદાવાદમાં 25,420 લોકોને રસી મુકાઈ હતી, જેમાં 14,769 પુરુષ અને 10,651 મહિલાનો સમાવેશ થયો હતો. 18થી 44 વયજૂથના 12,479 અને 45 વર્ષની ઉંમર કરતાં મોટા 11,494 લોકોને સોમવારે રસી મુકાઈ હતી. મ્યુનિ.એ દરરોજ ઓછામાં ઓછા 25 હજાર લોકોને રસી આપવાનું પ્લાનિંગ બનાવ્યું છે. જોકે કેટલીક વખત રસીનો મર્યાદિત સ્ટોક આવવાથી રસીકરણની સંખ્યા ઘટતી હોવાનું મ્યુનિ. અધિકારીઓ જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર તરફથી 25 હજાર રસીનો મર્યાદિત સ્ટોક નક્કી કર્યો હોવાથી શહેરમાં 250 રસીકેન્દ્રો જ કાર્યરત રાખી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...