ભાસ્કર એનાલિસિસ:કોરોના પહેલાંના એક વર્ષમાં લોકોની માથાદીઠ આવક 16,000 વધી હતી; કોરોના પછી માત્ર 873 રૂપિયા જ વધી!

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2 વર્ષમાં દરેક ગુજરાતીનું દેવું રૂપિયા 7500 વધ્યું

કોરોનાના કારણે ધંધા-રોજગાર ઠપ થવાના કારણે માથાદીઠ આવક પર પણ માઠી અસર થઇ છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં માથાદીક આવક 58514 રૂપિયા વધી છે. 2016-17માં રાજ્યની માથાદીઠ આવક 1.56 લાખ હતી જે 2020-21માં 2.14 લાખથી વધુ છે. 2018-19ની તુલનામાં 2019-20માં માથાદીઠ આવકમાં 16479નો વધારો નોંધાયો છે. 2019-20માં માથાદીઠ આવકની સરખામણીએ 2020-21માં આવકમાં માત્ર 873 રૂપિયાનો જ વધારો થયો છે.

દરેક નાગરિક માથે 46 હજારનું દેવું
માથાદીઠ આવકમાં પણ કોરોના મહામારીની સીધી અસર દેખાઇ રહી છે. કોરોનાકાળમાં બે વર્ષમાં રાજ્યના જાહેર દેવામાં 53 હજાર કરોડનો વધારો થઇ ગયો છે. એ પ્રમાણે રાજ્યના દરેક નાગરિકના માથે કોરોનાના બે વર્ષમાં જ રૂ. 7500નું દેવું વધી ગયું છે. રાજ્યનું કુલ દેવું 3.20 લાખ કરોડ થયું છે એટલે કે દરેક નાગરિકને માથે 46 હજારનું દેવું છે. આ અસરો મોટેભાગે પહેલી લહેરની છે.

ગુજરાતની માથાદીઠ આવકમાં પાંચ વર્ષમાં 58 હજારનો વધારો

વર્ષમાથાદીઠ આવક (ગુજરાત)

માથાદીઠ આવક (ભારત)

2015-1613925494,797.00
2016-17156295104880
2017-18176961115,224.00
2018-19197457125946
2019-20213936132115
2020-21214809126,855.00

(સ્રોત - સામાજિક-આર્થિક સમીક્ષા, ગુજરાત સરકાર)

રાજ્યના દરેક નાગરિકને માથે 46 હજારનું દેવું

વર્ષજાહેર દેવું
2019-20267651
2020-21300959
2021-22320812

(રૂપિયા કરોડમાં, રાજવિત્તીય જવાબદારી રિપોર્ટ)

માથાદીઠ આવકમાં ગુજરાત દેશમાં 11મા સ્થાને
​​​​​​​
દેશમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં ગુજરાત છેક 11મા સ્થાને છે. આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ, સૌથી વધુ માથાદીઠ આવક ગોવામાં 4.36 લાખ છે. બીજા સ્થાને 4.03 લાખ સાથે સિક્કિમ છે જ્યારે ત્રીજા સ્થાને દિલ્હી 3.76 લાખ સાથે છે. ગુજરાત કરતાં ચંદીગઢ (3.30 લાખ), હરિયાણા (2.48 લાખ), તેલંગાણા (2.33 લાખ), કર્ણાટક (2.23 લાખ), કેરળ (2.22 લાખ), પુડુચેરી (2.21 લાખ) અને આંદામાન-નિકોબાર (2.19 લાખ) છે.

દેશની માથાદીઠ આવકમાં પણ એક વર્ષમાં રૂ. 5260નો ઘટાડો
રાષ્ટ્રીય સ્તરે માથાદીઠ આવકના આંકડા 2020-21ના ઉપલબ્ધ છે જેમાં ઘટાડો નોંધાયો છે. 2018-19માં 1.25 લાખ માથાદીઠ આવક હતી જે 2019-20માં વધીને 1.32 લાખ થઈ જ્યારે 2020-21માં તે ઘટીને 1.26 લાખ થઈ ગઈ. કોરોનાકાળમાં દેશમાં સરેરાશ માથાદીઠ આવકમાં 5260 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં સૌથી ઓછી માથાદીઠ આવક બિહારમાં 45 હજાર રૂપિયા છે. ઉત્તર પ્રદેશમાં માત્ર 66 હજાર છે. મેઘાલય અને આસામમાં 87 હજાર માથાદીઠ આવક નોંધાઈ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં માથાદીઠ આવક વધીને 1.03 લાખ થઈ ગઈ છે જે 2018-19માં 95 હજાર હતી.

કોરોનાકાળમાં બચતોમાં વધારો - બેન્ક શાખાઓમાં 165નો ઘટાડો પણ થાપણો 35 હજાર કરોડ વધી
ગુજરાતમાં બેંક શાખાઓ 2020-21માં 9959 હતી જેની સામે 2021-22માં સપ્ટેમ્બર 2021 સુધીમાં ઘટીને 9794 થઈ ગઈ છે. બેંકોની કુલ થાપણો 2021 અંત સુધીમાં રૂ. 881339 કરોડની હતી જે રૂ.35,975 કરોડ વધીને 2021-22માં સપ્ટેમ્બર 2021 સુધીમાં રૂ. 917314 કરોડ થઈ ગઈ છે. આમ 4.08 ટકાનો વધારો નોંધાયો છે. આંકડા મુજબ વર્ષ 2021-22માં (સપ્ટેમ્બર 2021ના અંત સુધીમાં) બેન્કોના કુલ ધિરાણમાં રૂ.19,648 કરોડનો વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...