તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે. છેલ્લા એક સપ્તાહથી રોજ 600થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલ 75 ટકા બેડ ભરાઈ ગયાં છે. હોસ્પિટલમાં હાલ 600 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. નવા દર્દીઓને કિડની હોસ્પિટલમાં ખસેડવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સંક્રમણ ખરેખર બેકાબુ બની રહ્યું છે
કોરોનાની નવી લહેરથી હવે વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. એક તરફ વેક્સિન આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ટેસ્ટિંગ વધવાથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોવિડ-19ની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે divyabhaskar દ્વારા ગ્રાઉન્ડ રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સંક્રમણ ખરેખર બેકાબુ બની રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
600 બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામા આવ્યાં
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.પી.મોદીએ divyabhaskarને જણાવ્યું હતું કે હાલમાં 900 બેડમાંથી 600 બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યાં છે. તેમાં ખાસ કરીને 90 જેટલા દર્દી ગંભીર સ્થિતિમાં છે. હવે આવતીકાલથી નવા દર્દીઓને મંજુશ્રી કંપાઉન્ડની કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. બીજી તરફ 24 કલાક કોરોના વોર્ડ પર કેમેરાથી ડોક્ટર સુપરવિઝન કરી રહ્યાં છે. ખુદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ મોડી રાતે કોરોના વોર્ડમાં સરપ્રાઈઝ વીડિયો ચેકિંગ કરે છે અને જરૂરી સૂચનાઓ પણ આપે છે.
25 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 273 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં જોધપુર, વેજલપુર, દાણીલીમડા, ઘોડાસર, વટવા, સરદારનગર, વાસણા, રાણીપ, બોડકદેવ, ગોતા, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ અને અમરાઈવાડીસહિતના વિસ્તારોમાં વધુ 25 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે વેજલપુર, શાહીબાગ, ઘોડાસર, મણિનગર, ચાંદખેડા, જૂનાવાડજ, સીટીએમ, થલતેજ, ચાંદલોડિયા, નિકોલ અને ગોતાના 17 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 281 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.
શહેર અને જિલ્લામાં 620 નવા કેસ નોંધાયા
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપતા સીસી શેઠ કોલેજના 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 620 નવા કેસ અને 595 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,358 પર પહોંચ્યો છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.