કોરોનાની બીકે આપઘાત:જમાલપુરની શિફા હોસ્પિટલના ચોથા માળેથી કોરોનાના દર્દીએ પડતુ મૂક્યું, 10 દિવસ પહેલા જ દાખલ થયા હતા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક એન્ડ્રુસ રસિકલાલ મેકવાન - ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક એન્ડ્રુસ રસિકલાલ મેકવાન - ફાઇલ તસવીર

શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી શિફા હોસ્પિટલના ચોથા માળેથી કોરોના પોઝિટિવ દર્દીએ નીચે ઝંપલાવી આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા જ દાણીલીમડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 10 દિવસથી હોસ્પિટલમાં તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. હાલ પોલીસે અકસ્માતે મોત નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા
મણિનગર વિસ્તારમાં રહેતા 61 વર્ષના એન્ડ્રુસ રસિકલાલ મેકવાનને 16 સપ્ટેમ્બરના રોજ કોરોના થયો હતો અને 20 સપ્ટેમ્બરના રોજ કોરોનાના લીધે જમાલપુર શિફા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓની તબિયતમાં સુધારો થવાના લીધે કાલે જ ચોથા માળ પર આવેલા જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા હતા. ત્યારે જ સાંજે તેમણે ચોથા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. દાણીલીમડા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...