તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગતિશીલ કોરોના:કોરોનાનું નવું પિક; ગુજરાતમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ, કર્ફ્યૂ વચ્ચે અમદાવાદમાં 200 દિવસ પછી 354 કેસ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કર્ફ્યૂમાં સૂમસામ અમદાવાદ
  • છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સૌથી વધુ 1442 કેસ નોંધાયા હતા
  • કુલ કેસ 1.96 લાખ, એક્ટિવ કેસની સંખ્યા વધીને 13,285 પર પહોંચી
  • શનિવારે ગુજરાતમાં 9 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,846, મૃત્યુદર 2 ટકા
  • મેડિકલ, પેરા મેડિકલ, નર્સિંગ, માઈક્રોના અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સેવા લેવાશે

ગુજરાતમાં 24 કલાકમાં નોંધાતા નવા કેસોની સંખ્યામાં શનિવારે રેકોર્ડબ્રેક આંકડો 1,515 કેસનો નોંધાયો. આ સાથે હવે ગુજરાતમાં કુલ કેસ 1.96 લાખ જેટલાં થયાં છે. છેલ્લે 25 સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોનાના કેસનો પિક આવ્યો અને તે દિવસે 1,442 કેસ નોંધાયા હતાં ત્યારબાદ કેસ ઘટતાં ગયાં હતાં. પરંતુ તે પછી લગભગ બે મહિનાના સમયગાળામાં ફરી પાછો નવો પિક આવ્યો છે. હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 13,285 થઇ છે. અમદાવાદ શહેરમાં પણ શનિવારે અત્યાર સુધીના સૌથી વધુ 354 કેસો નોંધાયા છે. હાલ ગુજરાતમાં દર દસ લાખની વસ્તીએ 2,861 લોકો સંક્રમિત થઇ ગયાં છે.

શનિવારે 70 હજારથી વધુ ટેસ્ટ કરાયા
હાલ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીઓમાંથી દર સો દર્દીએ કુલ 7 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે દર અઠવાડિયે નવા નોંધાતા કેસમાં સતત અડધો ટકા કેસનો વધારો થઇ રહ્યો છે. હાલ ગુજરાતમાં ટેસ્ટની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં લગભગ 70,000થી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. 21 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન પણ દૈનિક ધોરણે થતાં ટેસ્ટની સંખ્યા 70,000 હતી તે વધીને 17 સપ્ટેમ્બરે તો તે 24 કલાકમાં 86,000 ટેસ્ટની થઇ હતી. હાલ ગુજરાતમાં દર દસ લાખની વસ્તીએ 1.04 લાખ કરતાં વધુ લોકોના સેમ્પલ ટેસ્ટ કરાયાં છે.

95 દર્દીઓની હાલત ગંભીર
શનિવારે 1,271 દર્દીઓને કોવિડ મુક્ત જાહેર કરાયાં હતાં અને આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,78,786 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં રીકવરી રેટ 91.26 ટકા છે. જો કે ભારતનો સરેરાશ રીકવરી રેટ 93.6 ટકા છે, એક સમયે ગુજરાતનો રીકવરી રેટ દેશના રીકવરી રેટ કરતાં વધુ હતો. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં નવ દર્દીઓના મૃત્યુ થયાં છે, જે આંકડો પણ થોડો વધારો સૂચવે છે. આ નવ દર્દીઓ પૈકી અમદાવાદ શહેરમાં પાંચ, સૂરત શહેરમાં 2, રાજકોટ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 1-1 દર્દીઓના મોત થયાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 3,846 દર્દીઓ મૃત્યુ પામ્યાં છે અને ગુજરાતનો મૃત્યુ દર 2 ટકા છે. હાલ 95 દર્દીઓની હાલત ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે તથા સમગ્ર રાજ્યમાં કુલ 4.86 લાખ લોકો ક્વોરન્ટાઇન છે.

સરકાર મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ અને માઇક્રોબાયોલોજીના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સેવામાં લેશે
અગાઉ ગુજરાતમાં કોરોનાનો પ્રથમ વેવ હતો અને કેસ ખૂબ વધી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત મેડિકલ, બીડીએસ, પેરામેડિકલ, નર્સિંગ, જીએનએમ, બીએસસી માઇક્રો બાયોલોજીના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કોવિડ સારવારને લગતી સેવાઓમાં લીધાં હતાં. તે જ રીતે હવે ફરીથી સરકાર આ વિદ્યાર્થીઓને સેવામાં લેવા જઇ રહી છે. પૂરતી તાલીમ બાદ આ વિદ્યાર્થીઓને કોવિડ સંબંધિત સેવામાં લેવામાં આવશે. આ પૈકી ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને સરકાર સ્ટાઇપેન્ડ પેટે 15,000 રૂપિયા તથા બાકીના વર્ષના વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા ચૂકવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો