તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત:કોરોનાના નવા 804 કેસ, 2681 બેડ વધારાયા, ખાનગી હોસ્પિટલમાં માત્ર 400 જ ફ્રી બેડ

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લાગેલી લાઇન - Divya Bhaskar
અમદાવાદમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લાગેલી લાઇન
 • 6 દર્દીનાં મોત, અનેક ડોમમાં ટેસ્ટિંગ કિટ ખૂટી પડતાં લોકો પાછા જાય છે

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરકારી ચોપડે કોરોનાના 804 કેસ નોંધાવા સાથે 6 દર્દીના મૃત્યુ નીપજ્યા છે. કોરોનાના બીજા સ્ટ્રેઈનમાં યુવાનો અને બાળકોને પણ ચેપ લાગ્યો છે. શહેરની એસવીપી, સિવિલ અને સોલા સિવિલમાં બેડ ખૂટી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. મ્યુનિ.એ બુધવારે 2681 બેડ વધાર્યા છે. જો કે, ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં 240 અને ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજમાં 160 મ્યુનિ. ક્વોટા માટે રખાયા છે. જ્યારે દર્દીની ફ્રીમાં સારવાર થશે.

ખાનગી હોસ્પિટલને કોવિડ બેડ વધારવા માટે મંજૂરી અપાશે તેવી મ્યુનિ.એ જાહેરાત કરી છે. શહેરમાં અત્યારે પણ 108 જેટલી ખાનગી હોસ્પિટલને મ્યુનિ.એ કોરોનાની સારવારની છૂટ આપી છે. ખાનગી હોસ્પિટલો પણ લગભગ ફૂલ થઈ ગઈ છે. જ્યારે શહેરમાં ઊભા કરાયેલા ડોમ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટિંગ માટે લાઈનો લાગી જાય છે અનેક જગ્યાએ તો કિટ પણ ખૂટી પડે છે. જિલ્લામાં પણ 19 કેસ નોંધાયા હતા.

SMS, GCS સહિત 5 હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટાના બેડ અનામત રખાયા

240

સુશીલાબેન મનસુખભાઇ શાહ મલ્ટી સ્પેશિયાલિટી

160ગુજરાત કેન્સર સોસા. (જીસીએસ)
500એસવીપીમાં વધારાના બેડ
850અસારવા મેડીસીટી સિવિલ હોસ્પિટલ
281

ખાનગી હોસ્પિટલ (કોવિડ -19ના દર્દી માટે ઉપલબ્ધ)

2031કુલ બેડ (હોસ્પિટલમાં નવા જોડાયા)

કોવિડ કેર સેન્ટર

500સમરસ હોસ્ટેલ, મેમનગર
120

સ્પોર્ટસ ઓથોરીટી ગુજરાત, ઠક્કરબાપાનગર

30

સીલ્વર લીફ બાય જીંજર, (ગ્લોબલ હોસ્પિટલ, બોડકદેવ)

650કુલ બેડ (કોવિડ કેર સેન્ટરમાં ઉભા કરાયા)

કયા કેટલો રેટ કરવામાં આવ્યો

સુવિધાજૂના દરનવા દર
ખાલી બેડભરેલા બેડખાલીબેડભરેલા બેડ
વોર્ડ6504,0505203240
એચડીયુ9506,0507604840
ICU વેન્ટિલેટર સિવાય13008,1001,0406480
ICU વેન્ટિલેટર સાથે160010,1001,2808080

​​​​​​​

​​​​​​​​​​​​​​SVPમાં તબક્કાવાર 500 બેડ વધારાશે
શહેરની એસવીપી હોસ્પિટલમાં હવે તબક્કાવાર રીતે 500 બેડ વધારવામાં આવશે. હાલ જે બેડ નોન કોવિડ છે તે ખાલી થતાં જ તે બેડને કોરોના બેડમાં ફેરવવામાં આવશે. જે સાથે એસવીપી હોસ્પિટલ લગભગ કોવિડ કેર હોસ્પિટલ બની જશે.

ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. ક્વોટામાં રૂ.130થી માંડી રૂ. 2020 ચાર્જ ઘટાડાયો
મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલને ખાલી અને ભરેલા બેડ પેેટે ચૂકવવાના દરમાં ઘટાડો કરાયો છે. જ્યાં પહેલા 4 હજારથી 10 હજાર સુધીનો ખર્ચ મ્યુનિ.ને ભરેલા બેડમાં થતો તે હવે રૂ, 3240 થી 8080 કરાયો છે. મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલના જે બેડ રિક્વિઝિટ કર્યા છે તેમાં ખાલી બેડ પર ચૂકવવાની રકમમાં રૂ. 130 થી 320 જેટલો ઘટાડો કરાયો છે જ્યારે ભરેલા બેડમાં પણ રૂ. 810 થી 2020 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

IIM-Aમાં 72 ટેસ્ટ કરાતા 19 પોઝિટિવ આવ્યા, કુલ આંક 149 પર પહોંચ્યો
આઈઆઈએમ-અમદાવાદમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના પગલે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, છઠ્ઠી એપ્રિલે 19 અને 7 એપ્રિલે 19 મળીને બે દિવસ દરમિયાન વધુ કુલ 24 કેસો નોંધાયા છે. 12મી માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 149 પર પહોંચી છે. છઠ્ઠી એપ્રિલે કુલ 114 લોકોનો ટેસ્ટ કરાયો હતો. જ્યારે 7 એપ્રિલે કુલ 72 લોકોનો ટેસ્ટ કરાયો હતો. કોર્પો. અને મેડિકલ ટીમના સહયોગથી આઈઆઈએમ-એના ઓલ્ડ અને ન્યૂ એમ બંને કેમ્પસમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

42 વિસ્તારના 3,580 લોકો કન્ટેઈનમેન્ટમાં
કેસની સમીક્ષાને આધારે મ્યુનિ.એ વધુ 42 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુક્યા છે. જેમાં 24 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના છે. તેમાં બોડકદેવ, ઘાટલોડિયા, વેજલપુર, ગોતા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો