પ્રવાસન ઉદ્યોગ ફરી પાટે ચડ્યો:કોરોનાના કેસ ઘટતાં શનિ-રવિ માટે રિસોર્ટમાં બુકિંગ શરૂ થયાં, સ્ટેચ્યૂ જોવાં 7 હજાર આવ્યા

અમદાવાદ, કેવડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યૂ ઓફ યુનિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સ્ટેચ્યૂ ઓફ યુનિટી - ફાઇલ તસવીર
  • 5 મહિનાથી વીકેન્ડમાં 500-700 પ્રવાસી SOUની મુલાકાત લેતા હતા

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટતાં ટૂરિસ્ટ પ્લેસ પર પ્રવાસીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. શનિવાર અને રવિવાર માટે રિસોર્ટ્સના બુકિંગ શરૂ થઈ ગયાં છે. રવિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પાંચ હજાર લોકો પહોંચ્યા હતા. જોકે હજુ પણ લોકો ટૂરિસ્ટ વ્હિકલને બદલે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે.કોરોનાને કારણે છેલ્લા સવા વર્ષથી ટૂર બિઝનેસ ઠપ થઈ ગયો છે. કોરોનાની પ્રથમ લહેર પછી છૂટછાટ મળી હતી, પણ ત્યાર બાદ બીજી લહેરને કારણે બિઝનેસને વધુ નુકસાન થયું હતું.

રૂમના રેટ્સમાં કોઈ ભાવવધારો નહીં
ગત શુક્રવાર, શનિવાર અને રવિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટની આસપાસ સહિત રાજ્યના ઘણાં રિસોર્ટ બુક થઈ ગયા હતા. રિસોર્ટ અને મોંઘી હોટલોમાં બુકિંગ થવા પાછળનું કારણ, હાલ ડિસ્કાઉન્ટની સ્કીમો છે, જેમાં બ્રેકફાસ્ટથી લઈ ફ્રી ડિનર સુધીની ઓફર છે, જેની સામે રિસોર્ટના રૂમ રેટમાં હાલ કોઈ ભાવવધારો કરાયો નથી. ખાસ તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર લોકોનો ધસારો શરૂ થયો છે. કોરોનાની બીજી લહેરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું અને જેને હાલ 8 જૂનથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું ત્યારે કોરોનાનું સંક્ર્મણ પણ રાજ્યમાં ઘટ્યું છે, જેને કારણે છેલ્લા 6 મહિનાથી ઘરમાં રહેલા લોકો હવે પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે.

ભૂતાનથી પણ પ્રવાસીઓ આવ્યાં
સ્ટેચ્યૂ ઓફ યુનિટીએે શનિવાર અને રવિવારમાં છેલ્લા વર્ષમાં પહેલી વાર 7 હજાર કરતાં વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ભૂતાનથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું કે કોરોનાનું સંક્ર્મણ ઘટતા અમે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે અન્ય જે પ્રોજેક્ટ છે તેનેે જોવા પણ અમે આવ્યા છીએ. રવિવારે જ 5 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા.

શનિ-રવિ આ સ્થળો પર પ્રવાસીઓ વધ્યા
અમદાવાદથી મધ્યપ્રદેશમાં મહાકાલ મંદિર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મંદિરો ઉપરાંત કચ્છ, સાપુતારા, ડાંગ, ભાવનગર, વડાદોરા, ગીર-સોમનાથ, દ્વારકા સહિતનાં સ્થળો ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો પર લોકોની સામાન્ય ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...