તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટ ઘટ્યા:કોરોનાના કેસ ઘટતાં ટેસ્ટિંગ માટે ઊભા કરાયેલા ડોમ બંધ કરાયા, 55 ડોમમાં માંડ 300 લોકો જ ટેસ્ટ માટે આવતા હતા

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • ખાનગી હોસ્પિટલોની સંખ્યા ઘટાડી 55 કરાઈ, નવા 52 કેસ, કોઈ મોત નહીં

શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં અનેક વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટ માટે ઊભા કરાયેલા 55 ડોમ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક દિવસોથી માંડ 300 લોકો જ ટેસ્ટિંગ માટે આવતા હતા. મ્યુનિ.એ કોરોનાની સારવાર માટે 100 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કર્યા હતા.જેની સંખ્યા ઘટાડીને 55 કરાઈ છે.

શહેરમાં 55 ડોમમાં કોરોનાના ટેસ્ટ થતાં કેસ ઘટતાં ટેસ્ટિંગ માટે આવતા લોકોની સંખ્યા પણ ઘટવા લાગતા ડોમનું ભાડું ચઢતું અટકાવવા માટે મ્યુનિ.એ તમામને હટાવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 52 કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે ગુરુવારે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

હવે અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ થશે
ડોમ બંધ કરી દેવાતાં હવે નાગરિકો માત્ર અર્બન હેલ્થ સેન્ટર પર જઈને જ કોરોના ટેસ્ટ કરાવી શકશે. બે દિવસમાં જ મ્યુનિ.એ તમામ ડોમ બંધ કરી દીધા છે. અર્બન હેલ્થ સેન્ટરની સાથે મ્યુનિ.ની હોસ્પિટલમાં ટેસ્ટ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો