તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:રાજ્યમાં કોરોનાના ત્રણ વીક, છેલ્લા એક વીકમાં જ કુલ કેસના 50 ટકા કરતા વધુ 100 કેસ અને 10 મોત

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કોરોનાના 186 પોઝિટિવ કેસ અને 16ના મોત, 25 સાજા થયા
  • 16 મોતમાંથી 3 આંતરરાજ્ય, 3 વિદેશ અને 10 લોકલ ટ્રાન્સમિશનના
  • અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 85 દર્દી અને પાંચના મોત

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. 7 એપ્રિલે અત્યાર સુધીના સૌથી વધુ 29 પોઝિટિવ કેસ અને સૌથી વધુ 4 મોત નોંધાયા છે. જ્યારે આજે(8 એપ્રિલ) 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 179એ અને મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. તેમજ 25 લોકો સાજા થયા છે. 19 માર્ચે સૌપ્રથમવાર બે પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ પહેલા વીકમાં 40 દર્દીઓ નોંધાયા હતા અને 2ના મોત થયા હતા. પરંતુ બીજા વીકમાં 47 પોઝિટિવ કેસ અને 4ના મોત થયા હતા. જ્યારે છેલ્લા અને ત્રીજા વીકમાં કોરોનાના 100 દર્દી અને 10ના મોત થયા હતા. હાલ કોરોના ગુજરાતના 33માંથી કુલ 17 જિલ્લામાં એટલે કે અડધાથી વધુ રાજ્યમાં પહોંચી ગયો છે. 

હેલ્પલાઈન 104 પર દરરોજ 35 હજારથી વધુ કોલ 
રાજ્યમાં કુલ 188 પોઝિટિવ કેસમાં 114 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. તેમજ કુલ 16ના મોતમાંથી 3 આંતરરાજ્ય, 3 વિદેશ અને 10 લોકલ ટ્રાન્સમિશનના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3972ના ટેસ્ટ કરવામાં આવ્યા છે.  હાલ હેલ્પલાઈન 104 પર 35 હજારથી વધુ કોલ મળી રહ્યાં છે. 

17 જિલ્લમાં ક્યાં કેટલા કેસ, મોત અને કેટલા દર્દી રિકવર 
સમગ્ર ગુજરાતના કોરોનાના કેસની વિગતો અંગે વાત કરીએ તો અમદાવાદમાં 85 કેસ અને 5ના મોત જ્યારે 7 સાજા થયા છે. સુરતમાં 23 કેસ અને 4 મોત જ્યારે 5 રિકવર થયા છે, વડોદરામાં 18 કેસમાં 2 મોત અને 6 રિકવર થયા છે. ભાવનગરમાં 18 કેસ અને 2ના મોત અને એક દર્દી સાજો થયો છે. તેમજ ગાંધીનગરમાં 13 કેસ અને 2 રિકવર થયા છે. રાજકોટમાં 11 કેસ અને 4 રિકવર થયા છે. પંચમહાલમાં 1 કેસ સામે આવ્યો છે, જો કે દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે મોરબીમાં 1, મહેસાણામાં 2, કચ્છમાં 2 કેસ, જામનગર-1 કેસ અને પાટણમાં 2 કેસ અને 1 મોત, જામનગરમાં 1 કેસ અને 1 મોત, આણંદમાં 1 અને  સાબરકાંઠામાં એક કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો