AMCનો દાવો:અમદાવાદમાં ધન્વંતરી રથ મારફતે દવા અને સારવાર મળતાં સિવિલ અને SVPમાં કોરોના OPDના દર્દીઓ ઘટ્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધન્વંતરી રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 74 હજાર લોકોએ સારવાર મેળવી
  • સીવીયર રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કેસમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો

અમદાવાદમાં એકતરફ છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાઇરસના કેસના આંકડા જોતા સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના OPDના દર્દીઓના કેસોમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે. ધન્વંતરી રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી 74 હજાર બીમાર લોકોને દવા અને સારવાર કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોના OPDના દર્દીઓ ઘટ્યા હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે.

શરદી- કફના કેસમાં 16 ટકાનો ઘટાડો
મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદી મુજબ 17 મેના રોજ સરેરાશ દર્દીઓની સામે 10 ટકા કેસ તાવના, 32 ટકા શરદી- કફ અને 6 ટકા કેસ સીવીયર રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શનના આવતા હતા. ધન્વંતરી રથ મારફતે લોકોને દવાઓ અને સારવાર આપવામા આવતા તાવમાં 2 ટકાનો ઘટાડો, શરદી- કફના કેસમાં 16 ટકાનો અને સીવીયર રેસ્પીરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કેસમાં ખૂબ જ મોટો ઘટાડો આવતા પ્રમાણ નહિવત થઈ ગયું છે.

84 રથ દ્વારા 332 વિસ્તારના લોકોની સારવાર
ધન્વંતરી રથ મારફતે પ્રથમ તબક્કામાં 50 રથ મારફતે 200 જગ્યાએ ફરી લોકોની સારવાર કરી હતી. હાલમાં 84 રથ દ્વારા 332 વિસ્તારના લોકોની સારવાર કરવામાં આવી રહીં છે. ધન્વંતરી રથ દ્વારા લોકોના શરીરનું તાપમાન માપવામાં આવે છે. 40થી ઉપરની ઉંમરના લોકોનું સુગર ટેસ્ટ પણ કરવામાં આવે છે. દર્દીઓને એલોપેથી દવાઓ ઉપરાંત આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...