તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ ડાયાબિટીસ ડે:ડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં થતાં "મ્યુકોરમાઇકોસીસ"ઈન્ફેક્શનની સમયસર સારવાર ન થાય તો ઘાતક સાબિત થઈ શકે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી - Divya Bhaskar
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી
  • "મ્યુકોરમાઇકોસીસ"ઈન્ફેક્શન શરીરના આંખ અથવા ચામડીના કોઇ ભાગને કાળુ કરી નાખે છે ત્યાં લોહીનું ભ્રમણ અટકી જાય છે
  • ડાયાબિટીસ ધરાવતા અસ્મિતાબેનને સમયસર સારવાર મળતા જીવલેણ ઇન્ફેકશનથી બચી શક્યા

14મી નવેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીશ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ડાયાબિટીશ ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ચોંકાવનારી બાબત ENT તબીબો પાસેથી જાણવા મળી છે. ENT તબીબોનું કહેવું છે કે ડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં "મ્યુકોરમાઇકોસીસ" નામનું ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે. જો તેની સારવાર સમયસર ના થાય તો તે દર્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ વર્ષ કોરોના મહામારી વચ્ચે 2020ના ડાયાબિટીસ ડે ની ઉજવણી “નર્સ ડાયાબિટીસ નો ભેદ સમજાવે” થીમ આધારીત કરવામાં આવી રહી છે. ડાયાબિટીસ દર્દીઓની સારવારથી લઇ સારસંભાળમાં નર્સનો સિંહફાળો રહ્યો છે. કોરોના વાયરસ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અગાઉથી બિમારી ધરવતા લોકો માટે ગંભીર સાબિત થયો છે. ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ ખાસ કરીને 50 વર્ષથી વધારાની ઉમ્ર ધરાવતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ થાય ત્યારે તેમને સાયનસનું ઇન્ફેક્શન થવાથી નાક અથવા આંખનો ભાગ ફંગલ ઇન્ફકેશન થી સંક્રમિત બનવાના કિસ્સાઓ બહાર આવ્યા છે જેને "મ્યુકોરમાઇકોસીસ"કહેવામાં છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં "મ્યુકોરમાઇકોસીસ" નામનું ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે
કોરોનાગ્રસ્ત દર્દીઓમાં "મ્યુકોરમાઇકોસીસ" નામનું ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે

ડાયાબિટીસ દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ કેમ સંવેદનશીલ છે?
અમદાવાદ સિવિલના ENT વિભાગના વડા ડૉ. બેલા પ્રજાપતિ કહે છે કે ડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેઓને નાકમા તકલીફ ઉભી થાય અને સુંગધ ન આવે તેવા દર્દીઓએ ENT તબીબોની તપાસ અર્થે જવુ જોઇએ. સામાન્ય સંજોગોમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ENT વિભાગમાં મ્યુકોરમાઇકોસીસના 1 થી 2 દર્દીઓનો ધસારો મહીના દરમિયાન રહેતો. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અમદાવાદ સિવિલના ENT વિભાગમાં કુલ 30 દર્દીઓ આ બિમારીની સારવાર કરાવી ગયા છે જેઓની સર્જરી પણ કરવામાં આવી છે. મ્યુકોરમાઇકોસીસની સંવેદનશીલતા ટોચે પહોંચી જાય ત્યારે દર્દી સારવાર અર્થે આવે ત્યારે પહેલાથી જ સ્થિતિ વણસી ગયેલી હોવાના કારણે તેઓની સર્જરી કરવી જરૂરી બની રહે છે. જેથી આવા દર્દીઓએ સત્વરે સારવાર મેળવવી જોઇએ.

આંખ અથવા ચામડીના કોઇ ભાગને કાળો કરી નાખે છે
ENT વિભાગના ડૉ. દેવાંગ ગુપ્તા કહે છે કે "કોરોના મહામારીમાં ડાયાબિટીસ ધરાવતા વયસ્ક દર્દીઓમાં કોરોના વાયરસના સંક્રમણ અને તેના બાદ સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેને સાદુ ઇન્ફેક્શન ન ગણી શકાય. ડાયાબિટીસ ધરાવતા ઘણાય દર્દીઓમાં સુગરની માત્રા નિયંત્રણમા રહેતી નથી જેના કારણે ફંગસ થાય ત્યારે તે થ્રોમ્બોસીસમાં પરીણમે છે. એટલે કે શરીરના આંખ અથવા ચામડીના કોઇ ભાગને કાળુ કરી નાખે છે ત્યાં લોહીનું ભ્રમણ અટકી જાય છે .આવા પ્રકારના ઇન્ફકેશનને મ્યુકોરમાઇકોસીસ નામનું ફંગસનું સંવેદનશીલ ઇન્ફેકશન કહી શકાય."

ખેડબ્રહ્માના ઉંચીદલાલ ગામના અસ્મિતાબેન ચૌહાણ
ખેડબ્રહ્માના ઉંચીદલાલ ગામના અસ્મિતાબેન ચૌહાણ

નાંકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે
આ ઇન્ફેકશનમાં સમયસર અને યોગ્ય નિદાન અત્યંત જરૂરી બની રહે છે. પ્રાથમિક તબક્કે એન્ટીબાયોટીક દવાઓ દ્વારા આને રોકવાના પ્રયત્નો કરવામાં આવે છે. જો ઇનફેકશન સંવદેનશીલ બની જાય તો તેનું ઝહેર આંખોમાં ફેલાય ત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. દ્રષ્ટિ ગુમાવવાની પણ શક્યતાઓ પ્રબળ રહેલી છે. જે આગળ વધીને નાંકના માધ્યમથી મગજમાં પ્રસરીને ઇન્ફેકશન ફેલાઇ શકે છે જેના કારણે ઝેરી તાવ આવે છે જેનાથી દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આ કારણોસર દર્દીને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.

ખેડબ્રહ્માના અસ્મિતાબેન ચૌહાણની સર્જરી કરવામાં આવી
ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્માના ઉંચીદલાલ ગામના અસ્મિતાબેન ચૌહાણને નાક વાટે ફંગસ ઈન્ફેક્શન વધી જતાં તેમને આંખ પર સતત સોજો રહેતો હતો. ધીમે ધીમે તેઓ આંખથી જોવા માટે અશક્ત થઈ ગયાં હતાં. જેથી તેમને ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્ચાં પણ ત્યાં નિદાન શક્ય બન્યું નહીં. ત્યાંથી તેમને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખબર પડી કે અસ્મિતાબેનને ફંગસનું ગંભીર ઇન્ફેકશન થયુ છે જેને મ્યુકોરમાઇકોસીસ કહે છે.

જે કારણોસર તેમની સર્જરી કરવામાં આવી હાલ તેઓ સ્વસ્થ છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદી કહે છે કે અમારે ત્યાં 1200 બેડની હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસીસ બીમારીના ગંભીર લક્ષણો સાથે ઘણાય દર્દીઓ સારવાર અર્થે આવ્યા છે તે તમામ દર્દીઓની અમારી હોસ્પિટલની ENT વિભાગની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ સર્જરી અને સારવાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...