તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona Will Come And Go But Gigivisha Will Live; Former Minister IK Jadeja Explained The Meaning Of Life To People Who Were Scared During The Corona Period

સલાહ:કોરોના આવશે અને જશે પણ જીજીવિશા જીવાડશે; કોરોનાકાળમાં ડરી જતાં લોકોને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ જિંદગીનો અર્થ સમજાવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઇ. કે. જાડેજા (પૂર્વ મંત્રી) - Divya Bhaskar
આઇ. કે. જાડેજા (પૂર્વ મંત્રી)
  • અસાધ્ય રોગોથી પીડાતા લોકો પણ જીવન માટે કેવી રીતે ઝઝૂમતા હોય છે તે ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો

કોરોનાએ બાળકથી લઇને વૃધ્ધ સુધીના દરેકનાં હૈયાને હચમચાવી દીધા છે. યુવાન હંમેશા થનગન તો હોય છે તે પણ મુંઝવણ અનુભવતો હોય તેવુ જણાઇ રહ્યુ છે. આનું કારણ જોવા જઇએ તો પ્રત્યેક વ્યક્તિ ને " જીવવાની જીજીવિશા " હોય છે અને તે કુદરતી જ સ્વાભાવિક પ્રક્રિયા છે. વ્યક્તિ ગમે તે હોય મજુર – ખેતમજુર – ફુટપાથ પર ભીખ માંગતો વ્યક્તિ કે ઉધોગપતિ-વેપારી- પ્રત્યેક સ્તરના અને ક્ષેત્રના વ્યક્તિઓ મનથી કદાચ દુખી હશે પરંતુ તેના અંદર જીવવાની જીજીવિશા તો રહેલી હોય જ છે. મે જુદા જુદા વર્ગના લોકોને મળવાનો તેમની પાસે બેસવાનો અને તેના ભાવ જાણવાનો હમેશા પ્રયત્ન કર્યો છે. તેમાંથી જાણેલા કેટલાક દૃષ્ટાંતો અહીં લખું છું.

આમ તો બધાએ ગાંડપણ અનુભવતા ભાઇઓ કે બહેનો જોયા છે. ક્યાંક શેરી કે સોસાયટીઓમાં તો કયાંક ગામડાઓમાં. આ ગાંડા ને નજીકથી મળીએ તો ખબર પડે કે લોકો તેમને ગાંડા કહે, મશ્કરી કરે, તેમની ઠેકડી ઊડાવે છતાં તેઓ જીવ્યા કરે. ઘણાને એમ થાય કે આ કરતા ભગવાન તેમને મોત આપે તો સારૂ પણ નાં તેની જીવવાની જીજીવિશા તેટલી જ મજ્બૂત હોય છે. જેટલી આપણી કારણ ઇશ્વરે તેને કાઇક શક્તિ વધારે આપેલ છે જેથી તે મરવાનો વિચાર કરતા નથી.

તમે કૃષ્ટરોગના દર્દીને જોયા હશે. તેઓએ બે હાથ-બે પગ ગુમાવી દીધા હોય તો પણ તેમની જીવવાની જીજીવિશા હોય છે. ઘણી વખત રોડ પર ચાલતા ગાડીમાં બેસી ને ઠેલો મારીને આગળ પાછળ જતા આવા લોકો ને જોયા છે. તેમના હાથ પગ ન હોવા છતાં જીંદગી જીવે છે. પરંતુ મૃત્યુનો વિચાર કરતા નથી કારણ જીવવાની જીજીવિશા. ઘણા વ્યક્તિ અશકત હોય છે. ચાલતા ન હોય કે શારીરીક તકલીફ હોય તેઓ રૂટીનમાં આ મારાથી ના થઇ શકે તેવુ અનુભવતા હોય છે. પરંતુ ધરતીકંપ, પુર આગ કે અન્ય કુદરતી હોનારત આવે ત્યારે શક્તિ ભેગી કરીને તેઓ બહાર નીક્ળી જતા હોય છે અથવા પ્રયત્ન કરતા હોય છે આ જીવવાની જીજીવિશા માનવીમાં રહેલી છે તે બતાવે છે.

વૃધ્ધ વ્યકતિ ને પોતાનું ઘર છોડવું પડે કે અનાથાશ્રમમાં જવું પડે તો પણ ત્યાં રહીને જીવવાનો પ્રયત્ન કરતાં હોય છે અહીં આનંદથી જીવતા હોય છે જે જીવવાની જીજીવિશા છે. મારા તમારા અનેક સંબંધીઓ ને માંદગીનાં બિછાને સુતા-સુતા તકલીફો ભોગવતા કયારેક જોયા હશે. ગંભીર બિમારીઓ કેન્સર, કીડની, ફેકચર કે અન્ય કારણે મોત સામે ઝઝુમવાનું અને જીવવાનું કારણ મુશ્કેલીઓ-રોગો હોય તો પણ જીવવું છે જે જીવવાની જીજીવિશા છે. શરીર છે તો તકલીફો આવવાની, મુશ્કેલીઓ પણ આવે પણ મરાય થોડુ ! એ તો કુદરત ઇચ્છશે ત્યારે જ થવાનું છે. અને એટલે જ તો જીવવાની જીજીવિશા જીવાડે છે. કોરોના આવશે અને જશે પણ જીવવાની જીજીવિશા જીવાડશે.

અન્ય સમાચારો પણ છે...