કોર કમિટીનો નિર્ણય:ખાનગી હોસ્પિ.માં કોરોનાની સારવારમાં માં કાર્ડ ચાલશે, પણ 50 હજાર સુધીનો જ ખર્ચ મળશે, સ્મશાનમાં ફરજ બજાવતા કર્મીનું કોરોનાથી મૃત્યુ થાય તો 25 લાખની સહાય

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો ( ફાઈલ ફોટો)
  • રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં માં કાર્ડ ચાલશે પણ 10 દિવસમાં 50 હજાર સુધીનો ખર્ચ જ મળશે
  • આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરાયો
  • રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

સ્મશાનગૃહના કર્મચારીઓ કોરોના વોરિયર્સ ગણાશે
સ્મશાનગૃહના કર્મચારીઓ કોરોના વોરિયર્સ ગણાશે

મઘ્યમવર્ગ ખાનગી હોસ્પિટલોમાં માં કાર્ડનો ઉપયોગ કરી શકશે
હવેથી રાજ્યના મધ્યમવર્ગના પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં માં કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. 50 હજાર સુધીનો સારવાર ખર્ચ મળવા પાત્ર થશે.કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. મુખ્યમંત્રીએ સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે.

માં કાર્ડની ફાઈલ તસવીર
માં કાર્ડની ફાઈલ તસવીર

આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની સારવાર
ગત 15મી એપ્રિલે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ શામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું.