તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સાચા રાષ્ટ્ર રક્ષક:પુત્રને હર્નિયાનું ઓપરેશન કરાવ્યું, પુત્રીને આંતરડામાં પાણીની ગાંઠની ચિંતા છતાં માતાએ પહેલાં ફરજધર્મ નિભાવ્યો

અમદાવાદ6 મહિનો પહેલા
કોરોનાનો ચેપ લાગવાના ડરથી જોડિયા સંતાનોને દૂરથી જ રમાડી રહેલા માતા જયાબેન રાઠોડ.
  • અમરાઇવાડીમાં 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા જયા રાઠોડ 12 કલાક નોકરી કરી ઘરે જાય છે

નોકરી કરતી માતાને પોતાના બાળકની સૌથી વધુ ચિંતા રહેતી હોય છે. અને ખાસ કરીને જો બાળકને તકલીફ હોય તો ખાસ તેની વધુ ચિંતા સતાવતી હોય છે પરંતુ અમદાવાદમાં કોરોના વાઇરસ સામે જંગમાં 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતાં સાચા રાષ્ટ્ર રક્ષક એવા જયા રાઠોડ 6 વર્ષ બાદ જન્મેલા ટ્વિન્સ બાળકોમાં એક બાળકનું એક મહિના પહેલા જ ઓપરેશન અને બાળકીને આંતરડામાં ગાંઠ છે છતાં બને બાળકોને તેઓ પોતાના માતા-પિતા અને પતિ  પાસે મૂકીને ફરજ પર આવે છે. કોરોના વાઇરસમાં ડોક્ટરો અને નર્સો સતત ફરજ બજાવી રહ્યાં છે ત્યારે જયા રાઠોડે મેટરનીટી લિવ વધુ મળતી હોવા છતાં તેઓએ લીધી નહિ અને ફરજ પર હાજર થઇ ગયા છે.  જયા રાઠોડે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું 108માં 2009થી ફરજ બજાવું છું. 6 વર્ષ બાદ IVF સારવારથી ગર્ભ રહેતા માર્ચ 2019માં મેં રજા લીધી હતી. પાંચ મહિના પહેલા ટ્વિન્સ બાળકો જન્મ થયો હતો. મારા પુત્ર વિહાનને 3 માર્ચે હર્નિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે મારી પુત્રી વિહા ને આંતરડામાં પાણીની ગાંઠ થઈ છે. તેનું ઓપરેશન કરાવવાનું બાકી છે. કોરોના વાઇરસ સામે અત્યારે ફ્રન્ટ લાઈનમાં ડોક્ટરો અને નર્સો ફરજ બજાવે છે.  મે પણ આ જંગમાં સાથ આપવાનું નક્કી કરી લીધું હતું અને રજાઓ પુરી થતા મેં 1 એપ્રિલથી જ નોકરી શરૂ કરી દીધી હતી. મારા બંને બાળકોને સાચવવા માટે અમદાવાદમા જ રહેતા મારા માતા-પિતાને મેં ઘરે બોલાવી લીધા છે. મારા પતિ પ્રવીણ સોલંકી રેલવેમાં નોકરી કરે છે. હાલમાં લોકડાઉનના કારણે તેઓ ઘરે જ છે અને બાળકોને પણ સાચવે છે. મારે સવારે 8થી રાતે 8 સુધી 12 કલાકની નોકરી હોય છે. ઘરે જતા જ મારા પતિ અથવા સાસુ દરવાજો ખોલે છે. ઘરે જતા નાહી લઉ છુ. મારા બાળકોને હું સ્પર્શ પણ કરતી નથી. છેલ્લા એક અઠવાડિયાથી મારા બાળકોને મેં હાથમાં નથી લીધા કે જોડે સુવાડયા પણ નથી. તેઓને હું દૂરથી જ રમાડું છું. મારા માતા-પિતા અને પતિ જ તેઓને રાખે છે. મારા પતિ અને માતા-પિતાએ બાળકો નાના છે અને હાલમાં કોરોના વાઇરસના ભય વચ્ચે મને નોકરી શરૂ કરવાની ના પાડી હતી પરંતુ મને દિલથી થયું કે મારે હવે આવા સમયમાં નોકરી શરૂ કરી દેવી જોઈએ અને મારી ફરજ નિભાવવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો