• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona wards closed in two hospices in Ahmedabad's civil hospital as bed capacity increases to fight corona across the country

કોરોના સામે જંગ / દેશભરમાં કોરોના સામે લડવા બેડ કેપેસિટી વધારાય છે ત્યારે અમદાવાદની સિવિલમાં બે હોસ્પિ.માં કોરોના વોર્ડ બંધ કરાયા

X

  • સિવિલ કેમ્પસની કિડની અને કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાનાં દર્દી નહીં મોકલાય

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 01:39 PM IST

અમદાવાદ. દેશમાં કોરોના આજે ચરમસીમાએ પહોંચ્યો છે. અન્ય રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ત્યાં તાત્કાલિક બેડ ઊભા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં હવે અમદાવાદમાં કોરોનાનાં દર્દી ઘટી રહ્યા છે અને રિક્વરી પણ વધતા હવે કોરોનાની હોસ્પિટલ ઓછી કરવામાં આવી રહી છે. જેમાં સિવિલ કેમ્પસની કિડની અને કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાનાં નવા દર્દી મોકલવામાં આવશે નહીં.

કિડની અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર નહી થાય
સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂક પામેલા ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, પહેલા હોસ્પિટલમાં દર્દીઓ વધારે હતા. પણ હવે સિવિલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાનાં નવા દર્દીઓને મોકલવામાં આવશે નહીં. જેને કારણે કોરોનાની સારવાર હાલ ત્યાં કરવામાં નહીં આવે .

પાડોશી રાજ્યોમાં કોરોનાના બેડ વધ્યા, ગુજરાતમાં રિક્વરી રેટ ઊંચો
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હાલ કોરોનાનો સારવાર માટે નવી હોસ્પિટલ અને બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેવા સમયમાં હવે ગુજરાતમાં સતત રિક્વરી રેટ વધ્યો છે અને નવા દર્દી ઘટી રહ્યા છે. અમદાવાદમાં હવે 100 દિવસમાં સૌથી ઓછા દર્દી ગઈકાલે સામે આવ્યા હતા. જેના કારણે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અન્ય હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ મોકલવામાં આવશે નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી