લૉકડાઉન / અમદાવાદના હેબતપુર વિસ્તારમાં પોલીસે રોકતા દંપતીએ મોં પર હેલ્મેટ માર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • પ્રહલાદનગર ગાર્ડન પાસે BMW કાર લઇને નીકળેલા નબીરાએ પોલીસ સાથે દાદાગીરી કરી

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:14 AM IST

અમદાવાદ: હેબતપુર ચાર રસ્તા પાસેથી પસાર થતાં એક દંપતીને પોલીસે રોકતા દંપતીએ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં પતિએ ટ્રાફિક પોલીસના જવાનને માથામાં હેલ્મેટ માર્યું હતું.
એસજી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ બુધવારે હેબતપુર ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા હતા ત્યારે બપોરે 1.35 વાગ્યે કારગીલ ચાર રસ્તા તરફથી એક યુવાન એક્ટિવા લઇને આવ્યો હતો. પોલીસ લૉકડાઉનનો અમલ કરાવી રહી હોવાથી આ યુવાનને રોકી પૂછપરછ કરી રહી હતી. દરમિયાન હેબતપુર રોડ તરફથી એક મહિલા ચાલતીચાલતી આવી હતી. તે મહિલાએ પોલીસને કહ્યું હતું કે, તમે મારા પતિને કેમ રોક્યો છે. તેમ કહીને ઝઘડો કરવા લાગી હતી.
પોલીસકર્મીના હોઠ પર લોહી નીકળવા લાગ્યું 
મહિલા પોલીસ કર્મચારી વર્ષાબહેન રામપ્રવેશના એ તે મહિલાને શાંતિ રાખવા કહેતાં તે મહિલાએ વર્ષાબહેન સાથે મારા મારી શરૂ કરી હતી. જેથી તેમની સાથેના પોલીસ કર્મચારીઓ રોકવા જતા તે મહિલાના પતિએ હેલ્મેટ કાઢીને પોલીસ કર્મચારી ગોગનભાઇ દાનાભાઇ મોરીને મોંઢા ઉપર મારી હતી. જેથી ગોગનભાઇને હોઠ ઉપર લોહી નીકળવા લાગ્યું હતું. આટલું જ નહીં તે પુરુષે ગોગનભાઇના ડ્રેસના શર્ટ પરની નેમ પ્લેટ ખેંચી દીધી હતી. આ અંગે ગોગનભાઇએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાગર વાઘેલા અને અને કાજલબેન નાણેજાની ધરપકડ કરી હતી.
BMW લઈ નીકળેલા નબીરાની દાદાગીરી
પ્રહલાદનગર ગાર્ડન પાસેથી બીએમડબ્લ્યૂ કાર લઇને નીકળેલા નબીરાને પોલીસે રોકીને પૂછપરછ કરતા તે યુવાને પોતાનું રાહુલ જિંદાલ જણાવ્યું હતું. પોલીસે તેને ઘરની બહાર નહીં નીકળવાનું કહેતા તે પોલીસ ઉપર ગુસ્સે થયો હતો અને ‘તમે મને ઓળખો છો, હું કોણ છું’ તેમ કહીને પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. પોલીસ તપાસમાં આ યુવાન શુલભ નરેન્દ્રભાઇ પશુરામ સરોગી(30) (દેવઓરમ બિલ્ડિંગ, પ્રહલાદનગર ગાર્ડન પાસે) હોવાનું જાણવા મળ્યું હતું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી