અમદાવાદ:કોરોના વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો છે, સિવિલ અને SVPમાં આવતો દર ત્રીજો દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોરોના ટેસ્ટિંગ માટે AMCએ ઠેર-ઠેર શામિયાણાં બાંધ્યાં છે. - Divya Bhaskar
કોરોના ટેસ્ટિંગ માટે AMCએ ઠેર-ઠેર શામિયાણાં બાંધ્યાં છે.
 • સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના 341 દર્દીમાંથી 111 અને SVPમાં 252માંથી 79 દર્દી વેન્ટિલેટર પર છે
 • સિવિલ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું, સાવચેતી રૂપે લોકોએ નવરાત્રી જેવા પર્વ ઊજવવાથી દૂર રહેવું
 • નવા 149 કેસ અને વધુ 3 દર્દીનાં મોત, કાલુપુર સ્ટેશને વધુ 1580 ટેસ્ટમાંથી 17 પોઝિટિવ મળ્યા

સપ્ટેમ્બરની શરૂઆતથી જ શહેરમાં કોરોના વાઈરસ ફરી માથું ઊંચકી રહ્યો છે અને દર્દીઓ ગંભીર હાલતમાં મુકાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી. મોદીએ આપેલી માહિતી મુજબ, હાલ સિવિલમાં દાખલ કોરોનાના 341 દર્દીમાંથી 111 એટલે કે 32 ટકાથી વધુ દર્દી વેન્ટિલેટર પર છે. એસવીપીમાં પણ કંઈક આવી જ હાલત છે. અહીં દાખલ 252 દર્દીમાંથી 79 દર્દી વેન્ટિલેટર પર છે.

ડો.જે.વી. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં કોરોનાના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધી રહી છે. હાલમાં સિવિલમાં આવતા મોટા ભાગના દર્દી ગંભીર અવસ્થામાં આવે છે. જો આ જ સ્થિતિ રહેશે તો 10થી 15 દિવસમાં ફરી એકવાર સિવિલ ભરાઈ જાય તેવી શક્યતા છે. આ સ્થિતિમાં લોકોએ સાવચેતીનાં પગલાં લેવા જોઈએ અને નવરાત્રિ સહિત અન્ય પર્વ ઊજવવાથી દૂર રહી એકબીજાથી સંપર્ક ટાળવો જોઈએ. સોમવારે શહેરમાં કોરોનાના નવા 149 કેસ નોંધાયા હતા અને 3 દર્દી મૃત્યુ પામ્યા હતા. કાલુપુર સ્ટેશને 1580 ટેસ્ટમાંથી 17 પેસેન્જર પોઝિટિવ મળ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં 26 દિવસ પછી 175 નવા કેસ સામે 193 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અસારવા વોર્ડમાં 47 પોઝિટિવ કેસ મળ્યા
અસારવા વોર્ડમાં સોમવારે મોટી સંખ્યામાં થયેલા ટેસ્ટમાં 47 પોઝિટિવ કેસ આવ્યા છે. અસારવા વોર્ડમાં મ્યુનિ.એ કુલ 4768 ટેસ્ટ કર્યા હતા. અસારવામાં 2328 ટેસ્ટમાં 21 પોઝિટિવ મેઘાણીનગરમાં 1514 ટેસ્ટમાંથી 17 અને ગીરધરનગર વિસ્તારમાં 926 ટેસ્ટમાં 9 પોઝિટિવ કેસ મળ્યા હતા. નોંધનીય છે કે મધ્ય ઝોનમાં લાંબા સમય પછી આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

નવાં 20 માઇક્રો કન્ટેનમેન્ટ

 • બ્લોક એન2, ઓમ શાંતિનગર, ફેઝ-2, લાંભા.
 • એ 1 થી 11, શક્તિ ટેનામેન્ટ, ઇસનપુર.
 • એફ બ્લોક, જૂના ઉમંગ, નારોલ.
 • નંદાનગર, બાપુનગર.
 • સુભાષ મહારાજની ગલી, સરદારનગર.
 • મહાદેવ ફ્લેટ, વેજલપુર ગામ.
 • જી બ્લોક, કબીર એન્કલેવ, બોપલ.
 • સફ્રોની ફ્લેટ, બોપલ.
 • બી 25 થી 35, હરિઓમ એપાર્ટ, જોધપુર.
 • જી બ્લોક, મંગલદીપ એપાર્ટમેન્ટ, જોધપુર.
 • મોમનાવાડ, જમાલપુર.
 • દેવદીપ ટાવર, બોડકદેવ.
 • ઘનશ્યામ કોમ્પ્લેક્સ, ચાંદલોડિયા.
 • 14થી 16, 25થી 27 સૌમિલ સોસા., થલતેજ.
 • પટેલ વાસ, હાથીજણ.
 • સી બ્લોક, આશ્રય-9, કાલી.
 • વારાહી સોસા, ચાંદખેડા.
 • જી બ્લોક, અભિષેક એપાર્ટમેન્ટ, નવાવાડજ.
 • બ્લોક એ-703, આશ્રય સેરીન, ચાંદખેડા.
અન્ય સમાચારો પણ છે...