તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુજરાત:ક્વોરન્ટાઇનમાંથી ભાગનારા 236, કામ વગર બહાર નીકળનારા 490ની ધરપકડ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકડાઉન છતાં બહાર નિકળતા વાહનચાલકો પર પોલીસની કાર્યવાહી.
  • કરિયાણા, દૂધ, દવા અને શાકભાજીના વેપારીઓને રસ્તા પર નીકળવા સ્પેશિયલ પાસ ઈશ્યૂ કરાશે
  • અમદાવાદ સહિત રાજ્યભરમાં જાહેરનામાં ભંગ કરનારા સામે પોલીસ અને હેલ્થ ટીમો કામે લાગી

ગાંધીનગર: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં તેનો અમલ એક દિવસ પહેલાથી જ એટલે કે સોમવારે રાત્રે 12 વાગ્યાથી જ શરૂ થઇ ગયો હતો. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લૉકડાઉન લાગુ થયા બાદ અત્યારસુધીમાં જાહેરનામાના ભંગના 490 અને ક્વોરન્ટાઇન કાયદાના ભંગના 236 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 897 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
હવે નેશનલ ડિઝાસ્ટર એક્ટ હેઠળ પાસ સિસ્ટમ શરૂ કરાશે
છેલ્લા 24 કલાકમાં જ જાહેરનામાના ભંગના 191 અને ક્વોરન્ટાઇન ભંગના 89 ગુના નોંધી 353 આરોપીઓને પકડવામાં આવ્યા છે. લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે હવે નેશનલ ડિઝાસ્ટર એક્ટ હેઠળ પાસ સિસ્ટમ શરૂ કરાશે. જે મુજબ જીવન જરૂરિયાત ચીજવસ્તુ, દૂધ- શાકભાજી તેમજ દવાની દુકાનના વેપારીઓને પાસ ઇશ્યૂ કરવામાં આવશે. જેથી માત્ર પાસધારકો જ રસ્તા ઉપર નીકળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
આ ઉપરાંત અમદાવાદનાં ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જે.વી.આર પાવરટેક નામની કંપનીના માલિક વિનોદ પટેલે ઓફિસ ચાલુ રાખતા અને ચાંગોદરમાં મહાગુજરાત એસ્ટેટમાં ક્રિષ્ના પાન પાર્લર ચલાવતા કિશોર યાદવે ગલ્લો ચાલુ રાખી સાતથી વધુ લોકોને ભેગા કરતા બંને લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે.
પૂર્વ વિસ્તારમાં 121 લોકો પકડાયા
શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે સરકારે ચાર કરતાં વધારે માણસો ભેગા ન થવા દેવાનો આદેશ આપ્યો છે ત્યારે  પૂર્વ વિસ્તારમા જાહેરનામાનો ભંગ કરીને રસ્તે ઉતરી આવેલા રામોલમાં 54 લોકો સહિત અલગઅલગ વિસ્તારમાંથી કુલ 121 લોકોની અટકાયત કરી હતી. તમામ લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.
ક્યા વિસ્તારમાં કેટલા લોકો પકડાયા
રામોલ-54
અમરાઈવાડી-9
બાપુનગર-4
ગોમતીપુર-14
ખોખરા-10
નિકોલ-16
ઓઢવ-10
રખિયાલ-4
બે દિવસમાં 7.33 લાખ દંડ વસૂલાયો
કોરોનાના કારણે અમદાવાદને લૉકડાઉન કરી દેવાયું હોવા છતાં લોકો યેન કેન પ્રકારે બહાના બતાવીને ઘરની બહાર ફરવા નીકળી પડે છે. ટ્રાફિક પોલીસે 2 દિવસમાં આવા 759 વાહનચાલકોને રોકીને તેમની પાસેથી રૂ.7.33 લાખ દંડ વસૂલ કરીને 188 વાહનો ડિટેઈન કર્યા હતા. સરકાર વારંવાર લોકોને અપીલ કરી રહી છે કે ઈમરજન્સી સિવાય ઘરની બહાર નીકળશો નહીં. તેમ છતાં લોકો કામ વગર ફરવા ઘરની બહાર નીકળી પડે છે. 
દાણીલીમડામાં પોલીસના કામમાં ખલેલ પહોંચાડનાર 4ની ધરપકડ
દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કંટ્રોલથી એક મેસેજ આવ્યો હતો કે, શાહઆલમ ચોકીદાર બાવાની દરગાહ પાસે આવેલી જિતુ ભગતની ચાલીમાં ઝઘડો થયો છે. પોલીસે ત્યાં પહોંચી મેસેજ કરનાર રૂબીનાબાનુ શેખને આ અંગે પૂછપરછ કરી હતી, ત્યારે તેણે જણાવ્યું હતું કે, મારા પતિ સાથે કેટલાક લોકોએ ઝઘડો કર્યો છે. પોલીસ રૂબીનાબાનુ તથા તેના પતિને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે તેમની જ સોસાયટીમાં રહેતા સબિનાબાનુ શેખ, રુકશાનાબાનુ શેખ, શીફા શેખ અને મહેમદ સિરાજુદ્દીન શેખ પોલીસની પાસે આવ્યા અને બૂમાબૂમ કરીને લોકોનાં ટોળાં ભેગાં કરી ધમકી આપવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે આ ચારેય શખસની વિરુદ્ધમાં પોલીસના કામમાં અવરોધ ઊભો કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો