તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના વારંવાર પ્રયત્નોને કારણે પાર્ટીમાં હાજર 22 પરિવારજનો અને મિત્રોને કોરોના પોઝિટિવ આવ્યો છે. નારણપુરામાં એક પરિવારે સોમવારે બર્થડેની ઉજવણી માટે નિકટના પરિવારજનો અને મિત્રોને બોલાવ્યા હતા. જે યુવકનો બર્થડે હતો તેની માતાએ ઉજવણી અગાઉ કેક કાપવાની અને કેન્ડલને ફૂંક મારવાની ના પાડી હતી, પરંતુ પરિવારના કેટલાક સભ્યો યુવકની મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા.
યુવક પોઝિટિવ હોવાથી અજાણ હતો
મેજિકલ કેન્ડલને કારણે વારંવાર જોરથી ફૂંક મારવા છતાં કેન્ડલ ઓલવાતી ન હતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી એ રૂમમાં બેઠેલા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં, જેને કારણે 5 દિવસમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં આવેલા, પરંતુ બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે યુવકનો બર્થ ડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતાં તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. યુવકની માતાએ કેક ખાધી ન હતી, તેથી તેઓ બચી ગયાં હતાં. તેમના સિવાય સભ્યો પોઝિટિવ આવ્યા હતા.
પોઝિટિવ આવતાં યુવકે ફોન કરી સૌને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું
બર્થડે કેક કટિંગ પછી બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી. તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકવામાં આવી હતી. બર્થ ડે પાર્ટીમાં કુલ 40થી 50 લોકો ભેગા થયા હતા, પરંતુ કેટલાક લોકોએ ડિનર લેવાનું ટાળીને માત્ર સંગીત સંધ્યામાં જ હાજરી આપી હતી. જે લોકોએ મોંએ માસ્ક પહેર્યાં હતાં અને જેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે તમામ મિત્રોએ પણ ટેસ્ટ કરાવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
વધુ 4 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ
મ્યુનિ.એ 4 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂક્યા છે. જ્યારે 2 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. શહેરમાં અત્યારે 89 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટમાં છે.
વધુ 190 નવા કેસ નોંધાયા, 3નાં મોત
શહેરમાં સતત 10 દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 133 દિવસ બાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 190 પર પહોંચી છે. આ સાથે શહેરમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 42491 થઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીનાં મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 1916 થયો છે, જ્યારે 167ને ડિસ્ચાર્જ મળ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.