તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:અમદાવાદ એરપોર્ટના કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ, ટેસ્ટ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી - Divya Bhaskar
એરપોર્ટ પર કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી
  • એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે

ગુજરાતમાં કોરોના વાયરસ હવે બેકાબુ થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા માટે તમામ વિભાગોને કડક સૂચના આપી દેવામાં આવી છે. તે ઉપરાંત કોરોનાનું ટેસ્ટિંગ અને વેક્સિનેશન પણ વધારી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓને વેક્સિન આપવાની શરુઆત પણ કરી દીધી છે. અમદાવાદમાં એરપોર્ટ પરના કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવી છે.

એરપોર્ટ પર ટેસ્ટિંગ સેન્ટર પણ શરુ કરાયુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટના તમામ કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. કારણ કે એરપોર્ટ પર મુસાફરોની અવર જવર વધુ જોવા મળે છે. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટ માટે એરપોર્ટની અંદર અને બહાર એમ 2 જગ્યાએ ટેસ્ટિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જોકે DGCA દેશમાં આવતી-જતી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટ 30 એપ્રિલ સુધી બંધ કરી દીધી છે જેમાં ભારત સરકાર દ્વારા ચાલતા વંદેભારત મિશન અંતર્ગત કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ છે જેથી કોરોના નું સંક્રમણ વધવાની શકયતા સેવાઇ રહી છે. વિદેશથી આવેલા તમામ મુસાફરોને RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ જ એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવે છે.

અમદાવાદમાં લોકોએ ટેસ્ટિંગ માટે લાઈન લગાવી
અમદાવાદમાં લોકોએ ટેસ્ટિંગ માટે લાઈન લગાવી

અમદાવાદમાં લોકોમાં ભયનો મોહાલ
અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પણ રેકોર્ડ બ્રેક 600થી વધારે કેસ નોંધાયા હતા. જેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો ડરના કારણે કોરોના ના ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે ત્યારે અંકુર ચાર રસ્તા પાસે પણ ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. સવારથી જ લોકો મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા ઉમટ્યાં હતાં.

28 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
જોધપુરના સાઉથ બોપલના સફલ પરીસર-1ના 4 મકાનોના 17 લોકો, સાઉથ બોપલની આરોહી ઈલેસિયમના 4 મકાનોના 11 લોકો અને ઝોડિયાર્ક આરીસના 2 મકાનોના 5 લોકો, વેજલપુરના વિનસ પાર્કલેન્ડના 4 મકાનોના 13 લોકો, વસ્ત્રાલની નિર્મલ રેસિડેન્સીના 30 મકાનોના 128 લોકો, વિરાટનગરની જયજગન્નાથ સોસાયટીના 8 મકાનોના 50 લોકો, ભાઈપુરા જશોદા ચોકડીના ક્રિષ્ના બંગલોઝના 13 મકાનોના 61 લોકો, ખોખરાના 4 મકાનોના 13 લોકો, નારોલના દેવ માણેક એપાર્ટમેન્ટના 50 મકાનોના 156 લોકો,વટવાની નિર્મલનગર સોસાયટીના 4 મકાનોના 15 લોકોને સામેલ કરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો