તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં આજે રાજ્યભરમાં પોલીસકર્મીઓ, અધિકારીઓ, મહેસૂલ, પંચાયત સહિતના રાજ્ય સરકારના કર્મચારીઓને વેક્સિન અપાશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. જ્યારે કડવા-લેઉઆ પાટીદારના એક થવા વિખવાદ સર્જાયો છે અને ખોડલધામના નરેશ પટેલ પર ગંભીર આરોપ સમાજના અગ્રણીએ લગાવ્યો છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
આ ઘટના પર નજર રહેશે
1) રાજકોટ સહિત આજે રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં સરકારી અધિકારીઓને વેક્સિન અપાશે.
સેન્સેક્સ | 49,797 | +1,197 |
ડોલર | રૂ. 72.96 | - 0.05 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | રૂ. 50,300 | -400 |
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1. નરેશ પટેલનો ડોળો રાજ્યસભા કે 2022ની વિધાનસભા પર છે, ફતેપરા; અમે તો બંને સમાજને એક કરવા કોશિશ કરી: ખોડલધામ 'નરેશ'
ગુજરાતમાં 6 મ્યુનિ. કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ફરી એકવાર કડવા-લેઉઆ પાટીદારનો વિખવાદ સર્જાયો છે. લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઊંઝામાં ઉમિયાધામ જઈને લેઉવા અને કડવા પાટીદારને એક કરવાની વાત કરી હતી. ત્યારે વીંછિયાના કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ આકરો પ્રત્યાઘાત આપતા સવાલ ખડો થયો છે કે દર વખત ચૂંટણી આવે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ કેમ સામે આવે છે. કડવા પાટીદારોનો ઉપયોગ પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજ્યસભા અથવા 2022માં ચૂંટણી માટે લાભ લેવા બણગા ફૂંક્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
2. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશનાં પ્રથમ 5 રાજ્યમાં ગુજરાતનો સમાવેશ નહીં, ભાજપ શાસિત મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી ચિંતાજનક
દેશનાં 18 રાજ્યોમાં કરાયેલા ટાટા ટ્રસ્ટ દ્વારા કરાયેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR)માં ગુજરાતનું ટોપ 5 સ્ટેટમાં નામ ન હોવાનું સામે આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ લોકતંત્રના ચાર પાયાનું મૂલ્યાંકન કરતી ટાટા ટ્રસ્ટ્સના ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR)ના આધાર બનાવીને ભાજપશાસિત મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
3. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરીની તારીખ એક જ રાખવા હાઈકોર્ટમાં રજૂઆત, 9 ફેબ્રુઆરીએ સુનાવણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ તેવી માગણી સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર જે પણ જવાબ રજૂ કરવા માંગતા હોય તે સોગંદનામા પર 6 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજુ કરે તેવો કોર્ટનો હુકમ છે. 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.
વાંચો સમાચાર વિગતવાર
4. રાજકોટના જેતપુર પાસે લગ્નપ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી મારી જતાં 2નાં સ્થળ પર જ મોત, એક ગંભીર
રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર ગામ પાસે મંગળવારે બપોર બાદ વિચિત્ર અકસ્માત થયો હતો. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી મારતાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
5. પાટીદારોનો પડઘો ભાજપના પાર્લમેન્ટરી બોર્ડ સુધી પડ્યો, ઉમેદવારોની પસંદગીમાં પટેલોને વધુ તક આપવા માટેની ગંભીર વિચારણા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ એકાએક અમદાવાદના ઉમિયાધામ ખાતે લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓએ સંયુક્ત રીતે શાસન અને વહીવટીતંત્રમાં પાટીદારોની બાદબાકી થતી જાય છે એવો સૂર ઉચ્ચારીને ભાજપ માટે એક સંદેશો મોકલી આપ્યો હતો. અલર્ટ બની ગયેલા ભાજપે સ્ટ્રેટેજી બદલીને પાટીદારને પ્રાયોરિટીમાં ટિકિટ આપવાની વિચારણા શરૂ કરી છે. 2015ની જિલ્લા-તાલુકા અને પાલિકાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
આજે આ ઘટનાક્રમ પર રહેશે નજર
-હરિયાણાના જીંદમાં આજે ખેડૂત મહાપંચાયત યોજાશે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈત પણ એમાં ભાગ લેશે.
-દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી સમયે થયેલી હિંસાની ઘટનામાં સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.
-આજથી બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા શો શરૂ થવા જઈ રહ્યો છે. 14 દેશનાં એરક્રાફ્ટ અને અન્ય પ્રોડક્ટ અહીં ડિસ્પ્લે કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.