તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona Vaccination Will Be Stopped Across The State Due To Dhuleti, The Owner Of Atul Bakery, Who Crushed A Young Woman In A Car Accident In Surat, Went Out For A Liquor Party.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ધુળેટીને પગલે રાજ્યભરમાં કોરોના રસીકરણ બંધ રહેશે, સુરતમાં કાર અકસ્માતમાં યુવતીને કચડનાર અતુલ બેકરીનો માલિક દારૂની પાર્ટી કરી નીકળ્યો હતો

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!

અંબાજી, દ્વારકા, સોમનાથ, અને શામળાજી મંદિરમાં ભક્તો ફાગણી પુનમે દર્શનનો લ્હાવો મેળવી શકશે, ડાકોર મંદિર બંધ રહેશે. આજે રંગોનું પર્વ ધૂળેટી, કોરોનાને કારણે હોળી રમવા પર પ્રતિબંધ હોવાથી રંગોત્સવ ફિક્કો રહેશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર

1) ધુળેટીની જાહેર રજાને પગલે રાજ્યભરમાં કોરોના રસીકરણ બંધ રહેશે. 2) અંબાજી, દ્વારકા, સોમનાથ, અને શામળાજી મંદિરમાં ભક્તો ફાગણી પુનમે દર્શનનો લ્હાવો મેળવી શકશે, ડાકોર મંદિર બંધ રહેશે. 3) આજે રંગોનું પર્વ ધૂળેટી, કોરોનાને કારણે હોળી રમવા પર પ્રતિબંધ હોવાથી રંગોત્સવ ફિક્કો રહેશે. 4) અમદાવાદમાં મોટી સોસાયટીઓમાં લોકો ભેગા મળી ધુળેટી ઉજવશે તો આજે AMC પાણી-ગટરના કનેક્શન કાપી નાંખશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) સુરતમાં કાર અકસ્માતમાં યુવતીનો ભોગ લેનાર અતુલ બેકરીનો માલિક દારૂની પાર્ટી કરી નીકળ્યો હતો
સુરત શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં નવો ખુલાસો થયો છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ખુદ દારૂના નશામાં હોવાનું કબૂલ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ કાર લઈને નીકળતા બે મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં સામાન્ય કલમ સાથે પોલીસે ગુનો નોંધતા અતુલ વેકરિયાને 24 કલાકમાં જ જામીન મળી ગયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) જેતપુરમાં હોળીના દિવસે મોટાભાઈએ નાનાભાઈની કાતરથી હત્યા કરી, શહેરના ધમધમતા ચોકમાં ખૂની ખેલ ખેલાયો
જેતપુરમાં તહેવારોમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે, હજુ વેલેન્ટાઇન્સ ડેના દિવસે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે ફરી હોળીના દિવસે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી છે. મોટાભાઈ સિકંદરે ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતરનો નાનાભાઈ હારુનની છાતીના ભાગે ઘા માર્યો હતો. જેથી હારુનની છાતીમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને તે ઢળી પડ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજ્યમાં સતત બીજા દિવસે 2200થી વધુ કેસ, ચોથા દિવસે ફરી 8 દર્દીના મોત, કુલ કેસનો આંકડો 3 લાખને પાર
ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. કોરોનાના નવા કેસો રોજ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યાં છે. રાજ્યમાં સતત બીજા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં રાજ્યમાં 2270 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 775 અને અમદાવાદમાં 615 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1605 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે 8 દર્દીના મોત થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ગાંધીનગરનો યુવક પત્ની અને પુત્રીને બિયર પીવા-નોનવેજ ખાવા મજબૂર કરતો, પુત્રીને રમકડાંની જગ્યાએ ખાલી બિયરના ટીન રમવા આપતો
ગાંધીનગરના ઝૂંડાંલમા રહેતી પરિણીતાને લગ્ન બાદ દુબઈ લઈ જઈને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગાઈ ગયેલાં પતિએ તેણીને તેમજ તેની બે વર્ષની પુત્રીને પણ બિયર તેમજ નોનવેજ ખાવાની ફરજ પાડી શારીરિક માનસિક ત્રાસ આપી ભારતમાં પરત મૂકીને દુબઈ જતો રહેતાં પરિણીતાએ તેના પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) બે દિવસમાં IIM અમદાવાદમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા, 12 દિવસમાં કુલ 45 લોકો કોરોના સંક્રમિત મળ્યા
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત અને અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બની રહ્યા છે. ત્યારે અમદાવાદ IIMમાં કોરોનાનો કહેર યથાવત છે. IIM કેમ્પસમાં છેલ્લા બે દિવસ એટલે કે 26-27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 12 દિવસમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45 જેટલી થઈ ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો