તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે આપણે બધા જાણવા ઇચ્છે છે કે વેક્સિનની પ્રોસેસ શું હશે? તે કેવી રીતે મુકાશે ? તેના માટે શું કરવાનું રહેશે? કયા ડોક્યુમેન્ટ્સ જોઇશે? શું રજિસ્ટ્રેશન કરાવવું પડશે? કઇ ઉંમરના લોકોને સૌથી પહેલાં વેક્સિન મળશે? શું વેક્સિન લીધા પછી નિશ્ચિંત થઇને ફરી શકાશે? આ જ પ્રકારના અનેક સવાલો તમારા મનમાં ઊઠી રહ્યા છે જેના જવાબ અમે આપને આપી રહ્યા છીએ. કેમ કે આજે વેક્સિનની જાણકારી જ આપણા પરિવાર માટે સૌથી કિંમતી છે.
પ્રશ્નઃ શું તમામને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવશે?
જવાબઃ કેન્દ્ર સરકાર વેક્સિનની ઉપલબ્ધતાના આધારે વધુ જોખમ ધરાવતા લોકોને પ્રાથમિક્તા આપતાં વેક્સિનેશન હાથ ધરશે.
પ્રશ્નઃ શું વેક્સિન સુરક્ષિત છે?
જવાબઃ રેગ્યુલેટરી સંગઠનો દ્વારા સુરક્ષા અને અસરકારકતાના માપદંડો ચકાસ્યા બાદ જ દેશમાં વેક્સિન લોન્ચ કરવા મંજૂરી મળશે.
પ્રશ્નઃ શું કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીની દવાઓ લેતાં લોકો વેક્સિન લઈ શકશે?
જવાબઃ હા, એક કરતાં વધુ બીમારી ધરાવતા લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં સામેલ છે. તેઓને કોવિડ-19ના વેક્સિનેશનની જરૂર વધુ છે.
પ્રશ્નઃ કોવિડ-19 વેક્સિનની આડઅસરો વિશે જણાવશો?
જવાબઃ સુરક્ષાના માપદંડ સુનિશ્ચિત થયા બાદ જ કોવિડ વેક્સિન વિકસાવવામાં આવશે. જેમાં વેક્સિનેશનના લીધે ઝીણો તાવ, દુ:ખાવો જેવાં સામાન્ય લક્ષણો જણાય શકે છે. સમાજમાં વેક્સિન આપતી વખતે જો કોઈ આડઅસર જણાય તો તે અંગે રાજ્યોને પૂરતી વ્યવસ્થા કરવા નિર્દેશ કરાયો છે.
પ્રશ્નઃ શું વેક્સિન લેવી ફરજિયાત છે?
જવાબઃ કોવિડ-19 માટેનું વેક્સિનેશન સ્વૈચ્છિક છે. જો કે, આ મહામારીથી બચવા માટે વેક્સિનેશન માટેનું સંપૂર્ણ શિડ્યુલ મેળવવું સલાહભર્યુ છે. તેમજ નજીકના પરિવારજનો, મિત્રો, સહકર્મીઓમાં ફેલાતો અટકાવી શકાય છે.
પ્રશ્નઃ શું હાલમાં જ કોવિડ-19નો ભોગ બનેલા લોકોનુ વેક્સિનેશન થઈ શકે છે?
જવાબઃ કોવિડ-19નો ભોગ બનેલા અથવા શકમંદ કેસોમાં વેક્સિનેશન કેન્દ્રો ખાતે અન્યમાં રોગનો ફેલાવો થવાનુ જોખમ વધુ છે. જેથી કોરોનાગ્રસ્ત લોકો સાજા થયા બાદ 14 દિવસ પછી વેક્સિન મુકાવી શકે છે.
પ્રશ્નઃ શું સાજા થઈ ગયેલા કોરોનાગ્રસ્ત લોકોએ વેક્સિન મુકાવી જરૂરી છે?
જવાબઃ હા, કોરોનાગ્રસ્ત લોકોએ કોવિડ-19 વેક્સિનનંુ શિડ્યુલ પૂર્ણ કરવા ભલામણ છે. જે મહામારી વિરુદ્ધ મજબૂત રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા મદદ કરશે.
પ્રશ્નઃ હું વેક્સિનેશન માટે લાયક છું કે નહીં, તે કેવી રીતે જાણી શકાશે?
જવાબઃ પ્રારંભિક ધોરણે કોવિડ-19 વેક્સિન આરોગ્ય કર્મીઓ, અને ફ્રન્ટલાઈન કર્મીઓને પૂરી પાડવામાં આવશે. વેક્સિનની ઉપલબ્ધતાના આધારે 50થી વધુ વય ધરાવતા જૂથને પણ વેક્સિનેશન કરાશે. લાભાર્થીને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મારફત જાણ કરવામાં આવશે. જેમાં વેક્સિનેશનનંુ સ્થળ, સુવિધા, સમય સંબંધિત જાણકારી આપવામાં આવશે. લાભાર્થીઓને વેક્સિનેશનમાં કોઈ અસુવિધા ન થાય તે માટે રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
પ્રશ્નઃ શું આરોગ્ય વિભાગમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના કોવિડ-19ની રસી લઈ શકાય?
જવાબઃ ના, કોવિડ-19 વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. રજિસ્ટ્રેશન બાદ જ સેશનની સાઈટ, સમય સંબંધિત માહિતીની જાણ કરવામાં આવશે.
પ્રશ્નઃ રજિસ્ટ્રેશન માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે?
જવાબઃ રજિટ્રેશનના સમયે જણાવેલ કોઈપણ દસ્તાવેજ રજૂ કરી શકો છો- ડ્રાઈવિંગ લાઈસન્સ, મનરેગા દ્વારા જારી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, એમપી-એમએલએ-એમએલસી દ્વારા જારી સત્તાવાર ઓળખપત્ર, પાનકાર્ડ, બેન્ક, પોસ્ટ ઓફિસ દ્વારા જારી પાસબુક, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્રીય, રાજ્ય, પબ્લિક લિ. કંપની દ્વારા જારી ઓળખપત્ર, વોટર આઈડી
પ્રશ્નઃ જો સેશન સાઈટ પર કોઈ વ્યક્તિ ફોટો આઈડી રજૂ ન કરી શકે તો તેનું વેક્સિનેશન થશે કે નહીં?
જવાબઃ રજિસ્ટ્રેશન અને સેશન સાઈટ પર વેરિફિકેશન કરવું જરૂરી છે. વ્યક્તિએ ફોટો સાથેના ઓળખપત્ર સાથે રાખવા પડશે.
પ્રશ્નઃ સેશન સાઈટ ખાતે કોઈ નિવારક પગલાં, કે સાવચેતીના સૂચનો આપવામાં આવશે?
જવાબઃ અમે કોવિડ-19 વેક્સિન લીધા બાદ સેન્ટર પર અડધો કલાક આરામ કરવા વિનંતી કરીએ છીએ. વેક્સિન લીધા બાદ જો બેચેની, નાદુરસ્તા જેવાં લક્ષણો જણાય તો તુરંત જ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રો, એએનએમ,આશા વર્કરને જાણ કરવી. ઉલ્લેખનીય છે કે, કોવિડથી બચવા માટે માસ્ક પહેરો, છ ફૂટનુ અંતર, સેનિટાઈઝેશનનુ પાલન અવશ્ય જારી રાખવાનુ રહેશે.
પ્રશ્નઃ મારે વેક્સિનના કેટલા ડોઝ લેવાના રહેશે? કેટલા અંતરાલમાં?
જવાબઃ 28 દિવસમાં વેક્સિના બે ડોઝ લેવાના રહેશે. લાભાર્થીએ વેક્સિનેશન શિડ્યુલ પૂર્ણ કરવા જરૂરી છે.
પ્રશ્નઃ વેક્સિનની અસર ક્યારે શરૂ થશે?
જવાબઃ પહેલો ડોઝ લીધાના 42 દિવસ પછી વેક્સિનની અસર શરૂ થશે.
ટાર્ગેટ ગ્રૂપ: આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન કર્મીઓ
પ્રશ્નઃ શું કોવિડ-19નું વેક્સિનેશન થયા બાદ પણ માસ્ક પહેરવું, સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા પગલાંઓ અનુસરવા પડશે?
જવાબઃ કોવિડ-19ની વેક્સિન લીધા બાદ પણ સાવચેતીના તમામ પગલાં અનુસરવા પડશે. જેમ કે, માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું વગેરે. આ વ્યવહાર સેશન સાઈટ અને જનરલમાં અનુસરવાનો રહેશે.
પ્રશ્નઃ આ વેક્સિનની કોઈ સામાન્ય આડઅસર ખરી?
જવાબઃ કોવિડ-19 વેક્સિન સુરક્ષિત અને અસરકારક રહેશે. જેમાં તાવ, દુ:ખાવો જેવા સામાન્ય નજીવા લક્ષણો જોવા મળી શકે છે. આ અસર કોઈપણ વેક્સિનમાં જોવા મળશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.