તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:કોરોનાની રસી મુકાવવી એ આપણી સામાજિક જવાબદારી: મહંત સ્વામી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહંત સ્વામીની ફાઇલ તસવીર - Divya Bhaskar
મહંત સ્વામીની ફાઇલ તસવીર
 • ‌BAPSના વડા મહંત સ્વામી સહિત સંતોએ વેક્સિન લીધી

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ તથા અન્ય વરિષ્ઠ સંતોએ શુક્રવારે કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ મહંત સ્વામીએ લોકોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી. મહંત સ્વામીએ કહ્યું કે, કોરોનાની રસી મુકાવવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, તે એક સામાજિક જવાબદારી છે, પરંતુ સાથે સાથે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. મહંત સ્વામીની સાથે ડોક્ટર સ્વામી, કોઠારી ભક્તિપ્રિય સ્વામી સહિતના વરિષ્ઠ સંતોએ કોરોના વેક્સિન લીધી હતી.

કોરોના સામેની લડતમાં રસી લેવામાં વાંધો નથી: ઇમામ મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકી
કોરોનાને ડામવામાં અસરકારક એવી વેક્સિન લેવામાં કોઈ વાંધો નથી. કોરોના સામેની લડતમાં વેક્સિન તમને તથા તમારા પરિવારને સુરક્ષિત રાખવામાં કારગત નીવડી શકે છે. ખોટી માન્યતા અથવા અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરવાથી મહામારીનો ભોગ બનતા બચી શકાય છે. - મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકી, ઇમામ, શાહી જામા મસ્જિદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો