તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી મૂકાવો, સલામત રહો:રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો આંક 23 લાખને પાર, અમદાવાદમાં 2 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 લાખ 72 હજાર લોકોએ બે ડોઝ પૂર્ણ કર્યા

કોરોનો સામેની લડતમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં 12 માર્ચ સુધી કુલ 23 લાખ 32 હજાર 898 લોકોનું રસીકરણ કરાયું છે. રસીકરણ મામલે શહેરોની તુલનાએ જિલ્લામાં રસીકરણની કામગીરી અને જિલ્લાના લોકોની સતર્કતાએ સૌનુ ધ્યાન કેન્દ્રિત કરે તેવી જોવા મળી રહી છે. દેશમાં રસીકરણ મામલે ગુજરાત ત્રીજા નંબરે છે,ગત સપ્તાહે ગુજરાત વેક્સિનેશનની કામગીરીમાં બીજા નંબરે હતું.

અમદાવાદમાં 2 લાખ, સુરતમાં 1 લાખ 45 હજાર લોકોનું રસીકરણ
રાજ્યમાં રસીકરણ મામલે અમદાવાદ સૌથી આગળ છે, અમદાવાદ શહેરી વિસ્તારમાં 2 લાખ 12 હજાર 53 લોકોને રસી અપાઇ ચૂકી છે, જ્યારે જિલ્લામાં 61 હજાર 217 લોકોને રસી અપાઇ છે. જ્યારે સુરત શહેરી વિસ્તારમાં 1 લાખ 45 હજાર 133 લોકોને વેક્સિન અપાઇ છે, જ્યારે જિલ્લામાં 46 હજાર 856 લોકોને રસી આપવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે ગાંધીનગરમાં હજુ રસીકરણનો આંકડો 19 હજાર 245 સુધી પહોંચ્યો છે, જ્યારે ગાંધીનગર જિલ્લામાં 51 હજાર 851 લોકોનું રસીકરણ થયું છે.

દાહોદ અને બનાસકાંઠામાં રસીકરણનો આંક 1 લાખને પાર
રાજ્યમાં 2 મહાનગર સિવાય માત્ર 2 જિલ્લા એવા છે કે જ્યાં વેક્સિનેશનનો આંક 1 લાખને પાર થયો છે. જેમાં દાહોદ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. દાહોદમાં 1 લાખ 28 હજાર લોકોનું રસીકરણ થયુ છે, જ્યારે બનાસકાંઠામાં પણ 1 લાખ 683 લોકોને વેક્સિન અપાઇ છે. રાજ્યમાં થયેલા કુલ રસીકરણમાં 4 લાખ 72 હજાર લોકો એવા છે કે જેમને વેક્સિનના 2 ડોઝ લઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...