તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન મૂકાવો, સલામત રહો:રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો આંક 21 લાખને પાર, 10 જિલ્લામાં 50 હજારથી વધુ લોકોનું રસીકરણ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં કોરોના રસીકરણમાં 20 લાખનો આંક વટાવનાર માત્ર 3 રાજ્યો
  • રજસ્થાનમાં 23 લાખ 87 હજાર, મહારાષ્ટ્રમાં 20 લાખ 89 લાખનું વેક્સિનેશન

કોરોના સામેની લડતમાં રસીકરણ અભિયાન મહત્વનો ભાગ ભજવી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ રસીકરણની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. ગુજરાતમાં વેક્સિનેશનનો આંકડો 20 લાખથી વટાવીને 21 લાખ 2 હજાર 355 સુધી પહોંચ્યો છે. દેશમાં માત્ર ત્રણ રાજ્ય છે કે જ્યાં રસીકરણ અભિયાન તેજ ગતિમાં ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતનો ક્રમ દેશમાં બીજો છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં 1 લાખ 93 હજાર 872 લોકોનું રસીકરણ થયું છે, જ્યારે સુરત શહેરમાં 1 લાખ 20 હજાર 386 અને દાહોદ જિલ્લો પણ 1 લાખનો આંક વટાવી ચુક્યો છે.

10 જિલ્લા/શહેરમાં રસીકરણનો આંક 50 હજારને પાર રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ ની ખાસ વાત એ છે કે 10 જિલ્લા એવા છે કે જ્યાં 60 હજારથી વધારે લોકોએ રસી મુકાવી લીધી છે. જ્યારે અન્ય રોચક વાત એ છે કે મોટા શહેરોની સાથે વડોદરા જિલ્લો, અમદાવાદ જિલ્લો, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, ખેડા, મહેસાણા અને પંચમહાલ, વલસાડ જિલ્લો ખૂબ ઝડપથી રસીકરણની દિશામાં આગળ વધી રહ્યો છે અને આ જિલ્લામાં 50 હજારથી વધુ લોકોનું રસીકરણ થયું છે. જોકે અન્ય રસપ્રદ બાબત એ છે કે ગાંધીનગર જિલ્લો હજુ 48 હજાર 471 લોકોનું રસીકરણ થયું છે.

24 કલાકમાં 675 નવા કેસો
​​​​​​​​​​​​​​
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. આજે રાજ્યના 4 જિલ્લામાં શૂન્ય કેસ છે. તેમછતાં છેલ્લા 24 કલાકમાં 675 કેસ નોંધાયા છે. આમ એક જ દિવસમાં 94 કેસનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. 9 માર્ચના રોજ 581 કેસ નોંધાયા હતા. માત્ર એટલું જ નહીં, બે મહિના બાદ પહેલીવાર 675 કેસ નોંધાયા છે. આ પહેલા 9 જાન્યુઆરીએ 675 કેસ નોંધાયા હતા. આ 24 કલાક દરમિયાન 484 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જો કે રાહતની વાત એ છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી, જેને પગલે મૃત્યુઆંક 4,418એ યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી ઘટીને 97.11 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 75 હજાર 197ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,418 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 250 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

અન્ય સમાચારો પણ છે...