Corona LIVE Update GUJARAT:રાજ્યમાં આજે 8 નવા પોઝિટિવ કેસ સાથે કોરોનાના કુલ 71 દર્દી, બેની હાલત ગંભીર, અત્યાર સુધીમાં 6ના મોત

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે રાજકોટ-1, સુરત-1, ભાવનગર-5 અને અમદાવાદમાં એક કેસ પોઝિટિવ
  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા
  • સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટીલેટર અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 1700 વેન્ટીલેટર ઉપલબ્ધ
  • ક્વોરેન્ટીનમાં રહેલા લોકોના કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન 1100 નંબર જાહેર કરાયો
  • ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ લોકલ સંક્રમણમાં આવ્યા અને અમદાવાદનો એક પુરૂષ અમેરિકાથી આવ્યો હતો
  • હાલ બે દર્દી વેન્ટીલેટર પર અને 59 દર્દીની હાલત સ્થિર
  • પોલીસ કર્મીઓ ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરેઃ પોલીસ વડા

અમદાવાદઃ સુરત અને રાજકોટમાં સાંજે  કોરોનાના એક એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના 71 દર્દી થઈ ગયા છે. આ 71 દર્દીઓમાંથી બેની હાલત ગંભીર છે અને  4 લોકોને રજા આપી દેવામાં આવી છે.  જ્યારે 6 લોકોના મોત થઈ ગયા છે.રાજ્યમાં આજે રાજકોટ-1, સુરત-1, ભાવનગર-5 અને અમદાવાદમાં એક કેસ પોઝિટિવ મળીને કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ  ભાવનગરના જેસરમાં આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ, ખાંભાના સમઢીયાળા અને ધારીના મીઠાપુરમાં શંકાસ્પદ કેસ આવ્યા છે. જેમના રિપોર્ટ આવતીકાલે આવશે.

સુગર, કેન્સર, બીપી જેવી બીમારી વધુ એટલે ગુજરાતીમાં જોખમ વધુ
વિશ્વના અન્ય દેશોમાં જ્યારે કોરોનાએ માથું ઊંચક્યું હતું ત્યારે ગુજરાતીઓ એક વિચારીને હળવાશથી લેતાં હતાં કે આપણે નોનવેજ નથી ખાતાં તેથી આપણને ડર નથી, પણ હવે આ કોરોના વાઇરસે 19 માર્ચે ગુજરાતમાં દેખા દીધાં પછી ગુજરાતીઓને જબરદસ્ત ડરાવી દીધાં છે. જેટલાં લોકો મૃત્યુ પામ્યાં છે તેમાંના મોટાભાગના લોકોને કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કીડની અને લીવરના રોગ જેવી બિમારીઓને કારણે આમ થાય છે. ગુજરાતીઓમાં તમાકુનું વ્યસન, ચરબી અને ખાંડયુક્ત ખોરાક, બેઠાડું જીવન અને આરોગ્ય પ્રત્યેની બેદરકારીને કારણે રાજ્યમાં કોરોના વાઇરસના ચેપ બાદ મૃત્યુ થવાના કિસ્સા વધુ છે.
ગુજરાતના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડો. નીતેશ શાહના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોમોર્બિડ સ્ટેટ એટલે કે ખાણીપીણી કે રહેણીકરણીને કારણે ઉદ્ભવતાં રોગો કે વ્યાધિઓના દર્દીની સંખ્યા અને વસ્તીની દૃષ્ટિએ તેનું પ્રમાણ ભારતમાં મોખરે છે. કદાચ પ્રથમ ન હોય તો પણ ટોચ પર તો ખરું જ. કોરોનાના કારણે મૃત્યુ પામેલાં જેટલાં લોકો છે તેઓને આ સમસ્યાઓ હતી જ તે પણ નોંધમાં આવ્યું છે તેથી ગુજરાતમાં મૃત્યુનો આંક વધુ લાગે છે.
જો કે ડૉ. શાહે ઉમેર્યું કે, હાલ ગુજરાતમાં જેટલાં કેસ નોંધાયાં છે અને તેની સામે મૃત્યુ થયાં છે તે ખરેખર વિશ્લેષણ અને પૃથક્કરણ માટે જરૂરી સેમ્પલ સાઇઝ કરતાં ખૂબ ઓછાં છે તેથી કોઇ ચોક્કસ તારણ મળી શકે નહીં, પરંતુ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવાં લોકો જેમ કે 60 કે તેથી વધુ વયના વૃદ્ધ લોકો, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વિવિધ રોગ ધરાવતાં લોકોએ ખાસ ચેતવું જોઇએ.
ગાંધીનગરમાં દૂધના પાર્લર સવારે માત્ર ત્રણ કલાક ખુલ્લા રહેશે
ગાંધીનગરમાં લોકડાઉનનો વધુ કડક અમલ સહિત તમામ દૂધના પાર્લર સવારે માત્ર ત્રણ કલાક 5 થી 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. કરિયાણા સહિતની તમામ દુકાનો, શાકમાર્કેટ સંપૂર્ણ બંધ રહેશે, માત્ર હોમ ડિલિવરી થશે.

108 ખાતે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ક્વોરેન્ટીનમાં રહેલા લોકોના કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન 1100 નંબરનો સંપર્ક કરી શકાશે. તેમજ108 ખાતે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં સાયકોલોજીસ્ટ ટેલી કાઉન્સેલિંગ અને ટેલી મેડિસિન, એડવાઈઝ આપશે.

કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે:DGP
આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે. ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. કેટલાક નાગરિકો 100 અને 112 નંબર પર મદદ લઈ શકે. કોઇ ક્રિકેટ રમે છે, કોઇ ફરવા નીકળે છે. આવા લોકો સામે કર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓને જણાવવાનું કે પોતાની ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે. 

ભાવનગરમાં દોઢ લાખ લોકો બહારથી આવ્યા, પાલિતાણાના 23 લોકો પુનામાં અટવાયા
જૈન મહારાજ સાહેબોને પગપાળા મુકવા ગયેલા ભાવનગરના પાલીતાણાના 23 લોકો લોકડાઉને પગલે પુનામાં અટવાયા છે. તો બીજી તરફ ભાવનગર જિલ્લાના DDO વરૂણ બરનવાલે જણાવ્યુ હતું કે સુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવેલ છે તે કાગળ ઉપર છે. જ્યારે ટેન્કરોમાં બેસીને કે છુપાઇને આવ્યા હોય તેવા અઢી લાખથી વધુ લોકોને ટ્રેક કરવું મુશ્કેલ બન્યું છે.  

ગુજરાત અપડેટ

>>કેન્દ્ર સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકડાઉનને કારણે વાહનોના સર્ટિફિકેટની માન્યતા, તમામ પ્રકારની પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરીએ સમાપ્ત થતી હોય તે હવે 30 જૂન સુધી માન્ય રહેશે.

>>રાજ્યમાં જરૂરીયાતમંદ વ્યકિતઓને 8.95 લાખ ફૂડપેકેટસ આપવામાં આવ્યા

>>જીવન આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ સરળતાએ નાગરિકોને મળી રહે તે માટે ફેરિયાઓ-છૂટક વેપારી-કર્મીઓને 1 લાખ 59 હજાર પાસ ઇસ્યુ કર્યાં

>>મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ. 27 કરોડનું ભંડોળ કોરોના સામે લડવાના ફંડ-દાન સહાય પેટે આવ્યું છે.

>>અમદાવાદ કલેક્ટરે બે જાહેરનામા બહાર પાડી કહ્યું કે મકાન ખાલી કરાવવા મકાન મલિક મજબૂર કે જબરજસ્તી નહિં કરી શકે, કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરતા મજૂરની રહેવા અને જમવાની વ્યવસ્થા કન્સ્ટ્રકશન સાઇટના માલિકની રહેશે. જાહેરનામાંનો ઉલ્લંઘન થશે તો માલિકો સામે કલમ 135 મુજબ કાર્યવાહી કરાશે.
>> રાજ્યમાં બોર્ડની પેપર ચકાસણીનુ કામ અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત કરવામાં આવ્યુ

>> હિંમતનગરમાં લોક ડાઉન ને પગલે પોલીસ એક્શનમાં આવી, ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું 
>> અમદાવાદ મનપાની અર્બન હેલ્થ સોસાયટીની કરાર આધારીત ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા, કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ જોવા મળ્યો
>> પોરબંદરમાં પોલીસે વીડિયો થકી લોકોને ઘરમા રહેવા સંદેશો
આપ્યો અને સાવચેત કર્યા
>> પાટણમાં 5 દર્દીના રિપોર્ટ નેગેટિવ, અત્યારસુધીમાં કુલ 26 નેગેટિવ રિપોર્ટ આવ્યા
>> બાયડના ગાબટમાં લોકડાઉનનો ભંગ જોવા મળ્યો, દુકાનબહાર ભીડ એકઠી થઇ હતી

>> પાટણના ગામમાં ટ્રેક્ટરથી સેનાટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો
>> સુરતમાં કુલ 8 પોઝિટિવ થયા, આજથી પોઝિટીવ કેસના દર્દીના નામ-સરનામા જાહેર કરાશ

>>>બનાસકાંઠાના લાખણી ગામમાં દુકાનદાર સામે ફરિયાદ નોંધાઈ છે. પશુ આહારની દુકાન બહાર ભીડ જામી હતી.
ગુજરાતમાં કુલ 71 પોઝિટિવ કેસ, 6ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 23 03
વડોદરા 9 00
રાજકોટ 10 00
ગાંધીનગર 09 00
સુરત 09 01
ભાવનગર 06 02
કચ્છ 01 00
ગીર-સોમનાથ 02 00
મહેસાણા 01 00
પોરબંદર 01 00
કુલ આંકડો 71 06

32ની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા, 33 લોકો લોકલ સંક્રમણના

સવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ મીડિયાને જણાવ્યું કે 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમી તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે મીડિયાને જણાવ્યું છેકે, ગુજરાતમાં ગઇકાલથી અત્યારસુધીમાં નવા છ કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ ભાવનગરમાં અને 1 કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના 36 વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં 5  પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ લોકલ સંક્રમણમાં આવ્યા છે. ગુજરાતમાં 69 પોઝિટિવ કેસ છે. જેમાંથી 6 લોકોના મોત થયા છે, 63 લોકો હોસ્પિટલમાં હતા તેમાં બે દર્દી સાજા થઈ ગયા છે. બે લોકો હજી વેન્ટિલેટર પર છે. જ્યારે 59 સ્ટેબલ છે. ભાવનગરમાં જે મહિલાનું મોત નીપજ્યું છે તેમને મગજની બીમારી હતી. 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમી તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે. 
ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવ કેસ
ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. 

અમદાવાદમાં ભેગા મળીને વાતો કરતી 8 મહિલાની ધરપકડ
આરોગ્ય વિભાગે રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા હોવાનું અને હોટસ્પોટ હોવાનું કહ્યું છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળતા અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખે છે. હવે મહિલાઓ પણ સાવધાન થઈ જજો. ફ્લેટના પાર્કિંગ કે સોસાયટીમાં ભેગા થઈ વાતો કરશો તો પણ પોલીસ ધરપકડ કરી લેશે. વસ્ત્રાપુર પોલીસે હવે શકમબા ટાવરમાં આવેલ પાર્કિંગમાં ભેગા મળી વાતો કરતી આઠ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પોહચી હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 50થી વધુ ગુના નોંધાયા છે અને 200થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...