Corona Update LIVE Ahmedabad / વધુ 8 કેસ પોઝિટિવ, રાજ્યના કુલ દર્દીના 50 ટકા કરતાં વધુ અમદાવાદમાં, કુલ 142 કેસ, 6નાં મોત

અમદાવાદના કોટ વિસ્તારમાં લોકોની તપાસ માટે મડિકલની ટીમો ઉતારવામાં આવી.
અમદાવાદના કોટ વિસ્તારમાં લોકોની તપાસ માટે મડિકલની ટીમો ઉતારવામાં આવી.
Corona Update LIVE Ahmedabad, 9 April 2020
Corona Update LIVE Ahmedabad, 9 April 2020
X
અમદાવાદના કોટ વિસ્તારમાં લોકોની તપાસ માટે મડિકલની ટીમો ઉતારવામાં આવી.અમદાવાદના કોટ વિસ્તારમાં લોકોની તપાસ માટે મડિકલની ટીમો ઉતારવામાં આવી.
Corona Update LIVE Ahmedabad, 9 April 2020
Corona Update LIVE Ahmedabad, 9 April 2020

  • અમદાવાદમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક 50 કેસો સાથે કુલ આંક 133 પર પહોંચ્યો, SVPમાં એકનું મોત
  • તબલીઘ જમાતના વધુ 11 લોકોની ઓળખ કરાઇ
  • દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર વિસ્તારમાંથી 50 કેસ પોઝિટિવ
  • કોટ વિસ્તારમાં બનાવેલી કોરોના ચેકપોસ્ટ પર થર્મલગનનો અભાવ, બીજા જ દિવસે અવ્યવસ્થા સર્જાઈ

દિવ્ય ભાસ્કર

Apr 10, 2020, 02:20 AM IST

અમદાવાદ. કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં આજે સવાર સુધીમાં 50 અને સાંજે વધુ 8 કેસ વધીને કુલ 142 કેસ પોઝિટિવ થયા છે. જેમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 262 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 50 ટકા કરતાં વધુ 142 કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. હાલ સમગ્ર શહેરમાં 14 વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટીન છે. અમદાવાદમાં લોકડાઉનના અમલ અંગે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, શહેરના કુલ 14 વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટીન છે. આજે તબલીઘ જમાતના વધુ 11 લોકોની ઓળખ થઈ છે. શહેરના ત્રણ આઈસોલેશન સેન્ટર પર એક પીએસઆઈ અને ચાર પોલીસ કર્મી છે. જ્યારે લોકડાઉનના ઉલ્લંઘન મુદ્દે 1829 ગુનો નોંધ્યા છે અને 5399 આરોપીની અટકાયત કરી છે. જ્યારે 144ના ભંગ બદલ 1744 ગુના નોંધવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયાના 12 એકાઉન્ટ બંધ કરાવ્યા છે. તેમજ એપેડેમિક ડિસિઝ એક્ટ મુજબ 80 ગુના નોંધવામાં આવ્યા છે. જે અંતર્ગત 139 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 25 ડ્રોન દ્વારા 26 ગુના નોંધવામાં આવ્યા છે અને 98ની ધરપકડ કરી છે. ગઇકાલે 589 વાહનો ડિટેઈન કર્યાં હતા, જેનો 7 લાખ 2 હજાર 500 દંડ વસૂલવામાં આવ્યો છે.

બેન્ક પર જામતી ભીડ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું
પોલીસ કમિશનરે આગળ કહ્યું કે, હોમકોરન્ટીનમાં 1853 લોકોને ચેક કરવામાં આવ્યા છે. પાડોશીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે. કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરાય છે. શાહપુર ગાયકવાડ કાલુપુર વિસ્તારમાં ડોકટરની ટીમ પોલીસ સાથે જઇ સેમ્પલ લઈ રહી છે. પોલીસ કર્મચારીના મેડિકલ એક્ઝામિનેશન થાય છે. એપ દ્વારા અન્ય 3 ઝોનમા પોલીસકર્મીની તપાસ થશે, 9 પેરામીટરના આધારે તપાસ થશે. બેન્ક પર જન ધન યોજના અંતર્ગત ભીડ જામી રહી છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે બેન્કના સ્ટાફ સાથે વાતચીત કરી છે. સોશિયલ મીડિયાના 12 એકાઉન્ટની તપાસ ચાલુ છે ત્યારબાદ ગુના નોંધાશે. 

5 SRP,  2 RAF અને 4000 હોમગાર્ડ તૈનાત
પોલીસ કમિશનરે ભાટિયાએ વધુએ ઉમેર્યું કે  જે લોકો જરૂરી સેવામાં જોડાયેલા છે તે ગેરલાભ ના લે. સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે તે પ્રકારની સૂચના અપાઈ છે. ઓફિસ કે દુકાનો પર ઓછામાં ઓછો સ્ટાફ રાખવામાં આવે. સોશિયલ ડિસ્ટન્સ માટેના નિયમો પાલન કરો નહીં તો કાર્યવાહી થશે. સ્થાનિકોનો સહકાર મળી રહ્યો છે. જે તે વિસ્તારમાં સરળતાથી કાર્યવાહી થાય તે માટે વોલેન્ટીયર સ્કીમ શરૂ કરી છે. હાલ 1258 કોવિડ વોલેન્ટીયર પોલીસની મદદ કરી રહ્યાં છે. હાલ 5 SRP,  2 RAF, 4000 હોમગાર્ડ અને 200 સિવિલ ડિફેન્સ સેવામાં જોડાયા છે. રિટાયર્ડ પોલીસ ઓફિસર અને આર્મીમેનની મદદ લઇ રહ્યા છીએ.
કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈ ટેસ્ટ કરાશેઃ મ્યુનિ.કમિશનર

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે  કોરોના પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોનો ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.

કોરોના સામે AMC ચાર સ્તંભ પર કામ કરે છે

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન કરી અને બફર ઝોન જાહેર કર્યો છે. કોરોના ચેક પોસ્ટ બનાવી અને ચેકિંગ શરૂ કર્યું છે.  કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે, જેમાં 1) સર્વેલન્સ, 2) ટેસ્ટિંગ 3) પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં છે તેમને આઇસોલેશન અને ક્વોરન્ટીન અને 4) સારી સારવાર. હાલ સંપૂર્ણ ધ્યાન સર્વે અને ટેસ્ટિંગ પર છે. અમે સામે ચાલીને કેસો શોધીએ છીએ.  આ રીતે ના શોધ્યા હોત તો વધુ લોકોમાં ફેલાયો હોત. છેલ્લા પાંચ દિવસમાં કુલ ટેસ્ટ કરેલા સેમ્પલ  4 એપ્રિલ: 57, 5 એપ્રિલ: 166, 6 એપ્રિલ: 408, 7 એપ્રિલ: 638 અને 8 એપ્રિલ: 840. સમગ્ર અમદાવાદમાં આગામી દિવસોમાં આ કાર્યપધ્ધતિથી તપાસ કરવામાં આવશે. દરેકને વિનંતી છે કે ઘરે તપાસ માટે આવતી ટીમને સહકાર આપો. ઘરમાં રહો સુરક્ષિત રહો. ટીમ આવે તો સહકાર આપો. દિવસ રાત આરોગ્યના કર્મચારીઓ કામ કરી રહ્યા છે તમારું જીવન બચાવવા માટે.

રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા

શહેરમાં કોરોના પોઝિટિવનો બુધવારે એકેય કેસ નોંધાયો ન હતો. જો કે આજે ગુરૂવારે એક સાથે રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા હતા.તમામ ક્લસ્ટર ક્લોરન્ટીન થયેલા વિસ્તારોના છે. બુધવારે 600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.  જિલ્લા અને શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 133 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ 6 લોકોના મોત થયા છે જ્યારે 8 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સોમવાર અને મંગળવારે કુલ 28 કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 200ના રિપોર્ટ આવ્યા હતા. 6 પોઝિટિવ અને 194 નેગેટિવ આવ્યા છે. બુધવારે વધુ 600 સેમ્પલ લેવામાં આવ્યા છે.
કોરોના ચેકપોસ્ટ પર થર્મલગનનો અભાવ
શહેરના કોટ વિસ્તારમાં બનાવાયેલી કોરોના ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ તંત્રની અવ્યવસ્થા સર્જાઈ છે. આજે વહેલી સવારથી એલિસબ્રિજ, આસ્ટોડિયા દરવાજા અને ખાડીયા રાયપુર દરવાજા પાસેની ચેકપોસ્ટ પર લોકોને ચેક કરવાની થર્મલ ગન ન હોવાના કારણે એકપણ વ્યક્તિને તપાસવામાં નથી આવી રહ્યો. પેરામેડીકલ સ્ટાફ વહેલી સવારથી ચેક પોઇન્ટ પર હાજર છે પરંતુ થર્મલગન ન હોવાથી તેઓ ચેક નથી કરી રહ્યા. પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ થર્મલગનની રાહ જોઈ રહ્યા છે. આજે વહેલી સવારથી કેટલીક કોરોના ચેકપોસ્ટ પર આ કામગીરી અટકી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગઈકાલે જ આ ચેકપોસ્ટોની મુલાકાત લઈ તમામ સુવિધાઓની તપાસ કરી હતી. જો કે આજે સવારે જ અવ્યવસ્થા સર્જાઈ છે.
બુધવારે શહેરમાં કોરોનાનો એક પણ પોઝેટિવ કેસ નોંધાયો નથી
અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 83 પોઝેટિવ કેસ છે. જેમાંથી સાત લોકોને અત્યારસુધી રજા આપવામાં આવી છે અને પાંચ દર્દી મૃત્યુ પામ્યા છે. બુધવારે શહેરમાં કોરોનાનો એક પણ પોઝેટિવ કેસ નોંધાયો નથી. સોમવાર અને મંગળવારે કુલ 28 કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 200ના રિપોર્ટ આવ્યા હતા. 6 પોઝિટિવ અને 194 નેગેટિવ આવ્યા છે. બુધવારે વધુ 600 સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશનની સામે હજ હાઉસમાં નવું ક્વોરન્ટીન સેન્ટર ઊભું કરાયું, 50 લોકોને રાખી શકાય એટલી ક્ષમતા, નિકોલમાં જે લોકોને રખાયા હતા તેમાંથી જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેમને અહીંયા ક્વોરન્ટીનમાં મુકાયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી