કોરોનાના વધતા કેસ સામે હવે માત્ર વેક્સિન જ આશરો બની છે, એમાં પણ ઘણી વેક્સિન હજી ટ્રાયલ તબક્કામાં છે, જે પૈકીની એક વેક્સિનની ટ્રાયલ આજે સવારથી સોલા સિવિલ ખાતે શરૂ કરવામાં આવશે. હાલ ભારત બાયોટેકની આત્મનિર્ભર વેક્સિન માટે મેડિસિન વિભાગમાં ટ્રાયલ રૂમ બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, લેબમાં કોલ્ડસ્ટોરેજમાં આ વેક્સિન થ્રી લેયર સુરક્ષામાં સાચવવામાં આવી રહી છે, જે માટે ખાસ સિક્યોરિટી રાઉન્ડ ધ ક્લોક ગોઠવવામાં આવી છે.
વેક્સિન માટે ખાસ કોલ્ડસ્ટોરેજ તૈયાર કરવામાં આવ્યું
સોલા સિવિલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મેડિસિન વિભાગમાં કોરોનાની ટ્રાયલ વેક્સિન આપવામાં અવાશે, જ્યાં વોલન્ટિયરને પ્રાથમિક ચેક કરીને તેને આજે સવારે 10 વાગ્યાથી વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિન હાલ હોસ્પિટલમાં આવેલી લેબમાં રાખવામાં આવી છે, જેના માટે કોલ્ડસ્ટોરેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
વેક્સિન આવતીકાલે સવારથી વોલન્ટિયરને આપવામાં આવશે
આ સમગ્ર બાબત અંગે વેક્સિન ટ્રાયલ કમિટી સાથે જોડાયેલા પેનલ મેમ્બરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું છે કે હાલ હાઇ સિક્યોરિટી ઝોનમાં ટ્રાયલ વેક્સિન રાખવામાં આવી છે. આ વેક્સિન આવતીકાલે સવારથી વોલન્ટિયર્સને આપવામાં આવશે. વોલન્ટિયર શોધવામાં આવી રહ્યા છે. આજે એક નંબર જાહેર કરીને ટ્રાયલ વેક્સિન માટે વોલન્ટિયરને શોધવામાં આવશે અને તેમની યાદી તૈયાર કરવામાં આવશે.કઈ રીતે વેક્સિન ટ્રાયલ થાય છે?
સૂત્રોએ વેક્સિન ટ્રાયલ વિશે જણાવ્યું હતું કે આ વેક્સિન નથી, પણ ટ્રાયલ વેક્સિન છે, જેથી કદાચ એની અન્ય અસર પણ થઈ શકે છે. આ ટ્રાયલ વેક્સિન પહેલાં તંદુરસ્ત લોકોને જ આપવામાં આવશે. વોલન્ટિયરની સહમતી મળ્યા બાદ સામાન્ય પેપર વર્ક પણ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને અન્ય કોઈ બીમારી કે ગંભીર બીમારીની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવશે .એક વખત વોલન્ટિયર નક્કી થઈ જાય બાદમાં તેને ઇન્જેક્શન દ્વારા અન્ય વેક્સિનની જેમ જ વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ ટ્રાયલ રૂમમાં એક કલાક સુધી તેને ત્યાં જ રાખવામાં આવશે અને જો તેને કોઈ રિએક્શન ન આવે તો તેને જવા દેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અહીં ઓબ્ઝર્વેશનમાં રહેવા માગે તો તેના અંગે વિચાર કરવામાં આવશે. ત્યાર બાદ 7 દિવસ બાદ ફરી ટ્રાયલ માટે આ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.