તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટમાં અરજી:ગામડામાં કોરોનાની સારવાર હલકી કક્ષાની હોવાનો આક્ષેપ, શહેરો જેવી હોસ્પિટલો માટે રજૂઆત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના મહામારીમાં ગામડાઓમાં પણ શહેરો જેવી હોસ્પિટલોને સુવિધા પૂરી પાડવા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. તેમા એવી રજૂઆત કરાઇ હતી કે, સરકારે ગામડામાં કોરોનાના દર્દીઓ માટે દવા,ઓકસીજન કે અન્ય આઇસોલેશનની વ્યવસ્થા હલકી ગુણવત્તાની ઉપલબ્ધ કરી છે. શહેરની ખાનગી હોસ્પિટલની જેવી જ તમામ સુવિધા આપવા દાદ માગવામાં આવી છે.

અરજદારે એવી રજૂઆત કરી છે કે સરકાર હાઇકોર્ટને પણ ગેરમાર્ગે દોરે છે. ગામડાઓની હોસ્પિટલોમાં પૂરતા બેડ, ઓક્સિજન નથી. કોરોના માટેના ટેસ્ટ માટે લેબોરેટરી છે પરતું રિપોર્ટ આવતા દિવસો લાગે છે. સરકાર ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપે છે તેવી રીતે ગામડામાં પણ લોકોને મફત સારવાર આપવા દાદ માગવામાં આવી છે.ગામડામાં આઇસોલેશન વોર્ડના નામે લોકોને હાલાકી ભોગવવી પડે છે. પંખા, પથારી અને યોગ્ય હવા ઉજાસવાળા આઇસોલેશન વોર્ડ નથી.

અન્ય સમાચારો પણ છે...