કોરોના અમદાવાદ LIVE:અમદાવાદમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં 1000નો ઉછાળો, 24 કલાકમાં 3904 કેસ આવ્યા, નવા 19 સાથે શહેરમાં 180 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એક્ટિવ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદમાં આજે 1664 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે કોરોનાના 3903 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3843 જ્યારે જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 1664 દર્દી ડિસ્ચાર્જ થયા છે. તેમજ સતત 18માં દિવસે એકપણ મોત થયું નથી. શહેરમાં છેલ્લે 24 ડિસેમ્બરે એક દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કુલ 2 લાખ 62 હજાર 815 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2 લાખ 40 હજાર 268 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક 3,412 પર સ્થિર છે.

103 ઘરના 398 લોકો માઇક્રો કન્ટેન્મેન્ટ ​​​​​​ઝોનમાં ​
શહેરમાં આજે 18 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે, અને 20 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી 182 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. આમ હવે શહેરમાં કુલ 180 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 103 મકાનોના 398 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં બોડકદેવની અનુરાગ રેસિડેન્સીમાં 20 મકાનના 63 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે વાસણના સ્વામિનારાયણ એવન્યૂના 12 મકાનના 53 લોકો અને રાણિપના સુવર્ણધામ એવન્યૂમાં 9 મકાનના 34 લોકો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે.

લાલદરવાજાની અન્ન અને નાગરિક પુરવઠા કચેરીમાં કોરોના
અમદાવાદ શહેરના લાલદરવાજા ખાતેની વડી કચેરીમાં પુરવઠા વિભાગ હસ્તકના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીમાં અન્ન નિયંત્રક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ ઝોનલ ઓફિસરો કોરોના સંક્રમિત થયા. પુરવઠા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત થતા લાલદરવાજા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં રેશનકાર્ડ અને તેને લગતી અન્ય કામગીરી પર અસર પડી છે. કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ કોરોનાના લક્ષણો હોવાની આશંકાને લઈને તેઓ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જેથી હજુ કેટલાક કર્મચારીઓ પોઝિટિવ આવવાની શક્યતા છે. બીજી તરફ શહેરના અનેક વ્યાજબી ભાવના રેશન સંચાલકો પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.

સિવિલમાં 23 દર્દીઓ સારવાર હેઠળ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં મંગળવારે વધુ 5 નવા દર્દીઓ દાખલ કરાયા હતા. આમ હવે અહીં કુલ 23 કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ છે. સોલા સિવિલમાં પણ કોરોના વોર્ડમાં વધુ બે દર્દી સાથે હાલમાં 4 સંક્રમિતો સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 90 જેટલા દર્દી આઈસોલેશનમાં, 21 દર્દી HUD અને 11 દર્દી ICUમાં સારવાર હેઠળ છે. ગઈકાલે નવા ઉમેરાયેલા 19 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી 6 નિકોલમાં આવ્યા.

1લી ડિસેમ્બરથી શહેરમાં આવેલા પોઝિટિવ કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડા

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
19 ડિસેમ્બર18013
20 ડિસેમ્બર13017
21 ડિસેમ્બર33010
22 ડિસેમ્બર26010
23 ડિસેમ્બર43018
24 ડિસેમ્બર32119
25 ડિસેમ્બર6302
26 ડિસેમ્બર53020
27 ડિસેમ્બર10008
28 ડિસેમ્બર182015
29 ડિસેમ્બર278018
30 ડિસેમ્બર278013
31 ડિસેમ્બર317033
1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
5 જાન્યુઆરી1,660062
6 જાન્યુઆરી1,8650545
7 જાન્યુઆરી2,3110584
8 જાન્યુઆરી25670566
9 જાન્યુઆરી25190410
10 જાન્યુઆરી19120655
11 જાન્યુઆરી290301314
12 જાન્યુઆરી3,90401664
કુલ32,25716398

​​​​​​

અન્ય સમાચારો પણ છે...