ગુજરાતી મહિલાઓ વેપાર કરવામાં ટોચ પર:​​​​​​​કોરોના મહામારી-આર્થિક સંકડામણ વચ્ચે પણ બિઝનેસ માટે એક વર્ષમાં 30 હજાર કરોડની લોન લીધી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મ્ક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મ્ક તસવીર
 • સતત ઘટતા વ્યાજદર તેમજ બેન્કોએ લિક્વિડિટી ઘટાડવા ધિરાણની સુવિધા સરળ બનાવતાં લોન લેનારની સંખ્યા વધી
 • સિબિલ સ્કોર સારો હોય તો ઝડપી લોનની સુવિધા, પ્રોસેસિંગ ચાર્જમાં 25થી 75 ટકા સુધીની છૂટછાટનો ગ્રાહકોએ લાભ ઊઠાવ્યો

કોરોના સંકટ-આર્થિક સંક્રમણ વચ્ચે પણ ગુજરાતી ઉદ્યોગ મહિલા સાહસિકોએ સાહસ ખેડી નવો બિઝનેસ અને વિસ્તરણ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતી મહિલાઓ ધિરાણ મેળવવામાં મોખરે રહી છે. છેલ્લા એક વર્ષમાં રૂ.30000 કરોડથી વધુની સરેરાશ દસ લાખ મહિલા ઉદ્યોગ સાહસિકોએ બેન્કો પાસેથી લોન મેળવી હોવાનો નિર્દેશ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓ દ્વારા સૌથી વધુ ગ્રૃહ ઉદ્યોગ, ટેક્સટાઇલ-એપરલ, હેન્ડીક્રાફ્ટ, ફુડ સેક્ટર, જેમ્સ-જ્વેલરી સેક્ટરમાં મોટા પાયે વેપાર કરી રહી છે.

બેન્કો નાણાથી છલકાઇ રહી છે અને ધિરાણ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરબીઆઇએ પણ સંખ્યાબંધ છૂટછાટો આપેલી છે. સતત ઘટી રહેલા વ્યાજદર, ત્વરિત લોન મંજૂરી, હળવી શરતો અને તમારી ઇચ્છા મુજબની પુન: ચૂકવણી મુદત જેવાં પ્રોત્સાહનો મળી રહ્યા છે. સામે કોરોના જેવી મહામારી અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોને મહત્વ આપતાં લોકો ઘર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ટુ-વ્હિલર, ફોર વ્હિલર સહિતના સાધનો ખરીદવા લાગ્યા છે. તેના કારણે છેલ્લા ચાર માસથી ઠપ્પ થઇ ગયેલા અર્થતંત્રમાં કોરોના પૂર્વેની સ્થિતિ સ્થાપિત થઇ રહી છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગુજરાતીઓએ કુલ 56097 કરોડની લોન લીધી છે. એટલું જ નહિં વ્યાજદરમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવા છતાં પણ સલામત રિટર્નના કારણે લોકોએ બેન્કોમાં ડિપોઝિટી ગત સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનામાં 13 ટકા વધારી 101449 કરોડની મુકી છે.

વાર્ષિક ધોરણે ગુજરાતીઓ સરેરાશ 8-10 લાખ કરોડનું ધિરાણ મેળવે છે. કોરોના મહામારી છતાં નાણા વર્ષ 2021માં 10 લાખ કરોડથી વધુનું ધિરાણ લેશે તેવો મત ટોચની બેન્કો દર્શાવી રહી છે. કોવિડ બાદ ઓટો તથા હાઉસિંગ સેક્ટરમાં વ્યાજદર ઘટીને 7 ટકા આસપાસ પહોંચ્યો હોવાથી લોકોમાં લોન લેવાની ક્ષમતા વધી છે. રિટર્ન સમયસર ફાઇલ કરતા હોય અને સિબિલ સ્કોર સારો હોય તો બેન્કો 24 કલાકની અંદર લોન મંજૂર કરી આપે છે તો શા માટે જંગી રોકડ કાઢવી જોઇએ.

કોરોના મહામારી બાદ ઉદ્યોગોને વેગ આપવા માટે કેન્દ્ર સરકારની ઇર્મજન્સી ક્રેડિટ ગેરંટી સ્કિમ (ECLGS) હેઠળ ગુજરાતના 1.69 લાખથી વધુ યુનિટોને 57310 કરોડથી વધુની લોન પૂરી પાડવામાં આવી છે. બેન્કોએ વાર્ષિક ધોરણે 94366 કરોડના ધિરાણનો ટાર્ગેટ મૂક્યો છે જેમાંથી સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં કુલ 60.73 ટકા લોનની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ચૂકવાયેલ 145625 કરોડમાંથી 6.58 ટકા લેખે 9578 કરોડની એનપીએ નોંધાઇ છે. બેન્કોને સૌથી વધુ એગ્રી કલ્ચર લોનમાં એનપીએનો સામનો કરવો પડી રહ્યો છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 56097 કરોડનું ધિરાણ

વિગતસપ્ટે.-20સપ્ટે.-21તફાવત
સ્ટેટ બેંકગ્રુપ117390113544-3846
નેશનલાઇઝ્ડ બેન્ક1954242039158491
આરઆરબી975910711952
કો-ઓપરેટિવ બેન્ક2446125343882
પ્રાઇવેટ બેન્ક28696633574948783
સ્મોલ ફાઇ. બેન્ક70617896835
કુલ64106169715856097

(નોંધ : આંકડા કરોડ રૂપિયામાં, સ્ત્રોત : SLBC)

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 101449 કરોડની ડિપોઝિટ

વિગતસપ્ટે.-20સપ્ટે.-21તફાવત
સ્ટેટ બેંકગ્રુપ17169818991518217
નેશનલાઇઝ્ડ બેન્ક35806138270424643
આરઆરબી16077177081631
કો-ઓપરેટિવ બેન્ક35232384913259
પ્રાઇવેટ બેન્ક23153428326351729
સ્મોલ ફાઇ. બેન્ક326352331970
કુલ815865917314101449

(નોંધ : આંકડા કરોડ રૂપિયામાં, સ્ત્રોત : SLBC)

સેક્ટર મુજબ ધિરાણ

સેક્ટરટાર્ગેટધિરાણ
હાઉસિંગ168125963
એજ્યુકેશન2020283
MSME9436657310
એગ્રીકલ્ચર9715359596
અન્ય56982937

(સ્રોત: એસએલબીસી)

આ સેક્ટર્સને લોન આપતા ખચકાતી બેન્કો!

 • જેમ્સ એન્ડ જ્વેલરી
 • હોટલ
 • ટેક્સટાઇલ
 • ઓટો કમ્પોનન્ટ્સ
 • ઓટોમોબાઈલ ડીલર્સ
 • પેકેજિંગ
 • કેપિટલ ગુડ્સ વગેરે...

લોન લીધા બાદ રિ-પેમેન્ટમાં રેટમાં ગુજરાતીઓ અન્ય રાજ્યો કરતા ઘણા આગળ છે. ડિજિટલ દ્વારા ચૂકવણીમાં ગુજરાત ટોચના સ્થાને છે.

MSME, ઓટો-એગ્રી સેક્ટરની ડિમાન્ડ વધી
કોવીડ પછી લોન લેનાર ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ એમએસએમઇ, ઓટો-એગ્રી સેક્ટરમાં જોવા મળી રહી છે. નેશનલાઇઝ્ડ બેન્કોનો ધિરાણ રેશિયો કોવિડ પૂર્વે હતો તે અત્યારે ફુલફિલ થવા લાગ્યો છે. સર્વિસ પ્રોવાઇડર બેન્ક પ્રત્યે ગ્રાહકો સૌથી વધુ આકર્ષાઇ રહ્યાં છે. બેન્ક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ ભાર આપી રહી છે. એનબીએફસી સેક્ટરમાં 30-40 ટકાનો સુધારો જોવા મળ્યો છે.

લોન ધિરાણમાં બેન્કોની ક્ષમતા વધી
કોરોના બીજી લહેર બાદ ગ્રાહકોની લોન લેવા પ્રત્યે ઝડપી વૃદ્ધિ થઇ છે. તહેવારોના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટા ભાગની બેન્કોએ ધિરાણમાં 70-80 ટકા હિસ્સો મેળવી લીધો છે. ક્રેડિટ કાર્ડ, હોમ-ઓટો, પર્સનલ મોર્ગેજ તેમજ કોર્પોરેટ લોન લેવામાં ગુજરાતીઓની ડિમાન્ડ અન્ય રાજ્યોની તુલનાએ ઘણી વધુ છે.

10017 કરોડ વેપાર શરૂ કરવા, વિસ્તરણ અર્થે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લોન લીધી

 • 10 લાખથી વધુ ગુજરાતી મહિલા ઉદ્યોગસાહસિકોએ બિઝનેસ અર્થે લોન મેળવી
 • 32.83 લાખ કરોડની ડિપોઝીટ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગુજરાતીની બેન્કોમાં રોકાણકારોએ મૂકી
 • 2.75 લાખ કરોડનું ધિરાણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગુજરાતીઓએ મેળવ્યું
 • 14.94% NPAનું પ્રમાણ નેશનલાઇઝ્ડ બેન્કોમાં વધ્યું
 • 21.82 લાખ કરોડના ધિરાણ ટાર્ગેટ સામે 12.65 લાખ કરોડની લોન બેન્કોએ ચૂકવી
 • 1.10 લાખ કરોડથી વધુની લોન માત્ર એમએસએમઇ તથા એગ્રીકલ્ચર સેક્ટરમાં ચૂકવાઇ
 • 5963 કરોડની જ લોન હાઉસિંગ સેક્ટરમાં ચૂકવી, એજ્યુકેશનમાં લોનની ચૂકવણી નહિવત્
અન્ય સમાચારો પણ છે...