• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona To More Than 17,000 Children In Ahmedabad In 21 Months; 3,559 Infected Children Under 5 Years Of Age And 14,171 Children Between 5 And 18 Years Of Age

ભાસ્કર એનાલિસિસ:અમદાવાદમાં 21 મહિનામાં 17 હજારથી વધુ બાળકોને કોરોના; સંક્રમિત થયેલા 3,559 બાળકો 5 વર્ષથી ઓછી વયના જ્યારે 14,171 બાળકો 5થી 18ની વયના

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલીવાર 18 વર્ષથી ઓછી વયના કોરોના સંક્રમિતોના આંકડા જારી કર્યા

અમદાવાદમાં છેલ્લા 21 મહિના દરમિયાન 18 વર્ષથી ઓછી વયના 17,730 બાળકોને કોરોના થઈ ચૂક્યો છે. જેમાં 3559 બાળકો 5 વર્ષથી ઓછી વયના છે. 17 માર્ચે અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાર બાદ 21 મહિનામાં અમદાવાદમાં શૂન્યથી 18 વર્ષ સુધીના કેટલા બાળકોને કોરોના થયો તેના આંકડા તપાસવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે હાથ ધરેલી કામગીરીમાંથી આ આંકડાકીય માહિતી મળી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - ફાઇલ તસવીર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - ફાઇલ તસવીર

રવિવારે અમદાવાદમાં ઓમિક્રોન વાઇરસના પ્રથમ બે કેસ સામે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ફરી ફફડાટ જોવા મળી રહ્યો છે. ડોક્ટરોના મતે બાળકોને ઓમિક્રોનનો ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે ઓમિક્રોન કોરોના વાઇરસ કરતાં ત્રણ ગણી ઝડપે ફેલાય છે. એએમસીના હેલ્થ વિભાગે કોરોનાના દર્દીઓને 5 વયજૂથ પ્રમાણે વિભાજિત કર્યા હતા, જેમાં સૌથી વધુ 18થી 44 વય જૂથના 1.10 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો જ્યારે 45થી 60 વર્ષ અને ત્યાર બાદ 60 વર્ષ કરતાં મોટી ઉંમરના સિનિયર સિટીઝનમાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ જોવા મળ્યા હતા.

અત્યાર સુધી અમદાવાદમાં કુલ 2.32 લાખ લોકોને કોરોના થયો હોવાનો મ્યુનિ.એ સત્તાવાર આંકડો જાહેર કર્યો છે, જેમાં 1.36 લાખ પુરુષ અને 96 હજાર મહિલાનો સમાવેશ થયો છે. હાલમાં શહેરની બે સ્કૂલના 4 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...