તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ પર સ્કેનિંગ ન થતું હોવાનું ટ્વીટ કરવા બદલ અભિમન્યુ સામે કાયદાકીય કાર્યવાહી માટે વિજય નેહરાનો આદેશ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિમન્યુએ કરેલું ટ્વીટ - Divya Bhaskar
અભિમન્યુએ કરેલું ટ્વીટ
  • ટોરોન્ટોથી આવેલા એક પ્રવાસીએ પીએમઓને ટેગ કરી થર્મલ સ્કેનિંગ અને કોઇ ચેકિંગ ન થતું હોવાનું ટ્વીટ કર્યું
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ટ્વીટ કરી કહ્યું અભિમન્યુને ઈન્ફ્રારેડ થર્મલ સ્કેન કર્યો હતો
  • વિજય નેહરાનું ટ્વીટઃ આરોગ્ય અધિકારીને કાયદાકીય કાર્યવાહી કરવા આદેશ આપ્યાં

અમદાવાદઃ કોરોના વાઈરસના કેસ ગુજરાત સહિત દેશભરમાં વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરના ચેકિંગમાં સરિયામ ચાલતી લોલમલોલ બહાર આવી છે. આજે સવારે જ 3 વાગ્યે કેનેડાના ટોરોન્ટોથી આવેલા એક ગુજરાતી યુવાને ટ્વીટ કરીને એરપોર્ટ પર કોરોના સંબંધિત ચેકિંગમાં લાલિયાવાડીને છતી કરી હતી. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરી આ માહિતી ખોટી છે તેવું જણાવ્યું હતુ. હાલ આ મામલે વિજય નેહરાએ ટ્વીટ કરી આરોગ્ય અધિકારીને અભિમન્યુ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

આ યુવાને ટ્વીટમાં લખ્યું છે કે, એરપોર્ટ પર તેનું કોઈ થર્મલ ચેકિંગ કરાયું નહોતું અને ફક્ત એક ફોર્મ ભરીને તેને જવા દીધો અને જાતે જ 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવા કહ્યું. બસ, આટલું જ! એરપોર્ટ પર આનાથી વધુ કશું થતું નથી. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નેત્રી ત્રિવેદીએ પણ રિટ્વીટ કરીને પોતાની સાથે પણ આવો જ અનુભવ થયો હોવાનું જણાવી અમદાવાદ એરપોર્ટ પરની ચેકિંગ વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા હતા. - હવે વધુમાં અભિનેત્રી નેત્રીએ ખુલાસો કરી જણાવ્યું છે કે, અભિમન્યુનું ટ્વીટ ખોટું નીકળ્યું છે એટલે લોકો મને ટ્રોલ કરી રહ્યા છે. હું કોઈ આ બાબતમાં પડવા નથી માંગતી એટલે મેં બધા ટ્વીટ ડીલીટ મારી દીધા છે.

આ મામલે DivyaBhaskarએ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશનો બે વખત ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો. આ મામલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ટ્વીટ કરી કહ્યું મિસ્ટર અભિમન્યુ. એરપોર્ટના અધિકારીઓ સમાજને સપોર્ટ કરવા માટે તેમનો જીવ જોખમમાં મુકે છે તને EY288માંથી ઉતારીને ઈન્ફ્રારેડ થર્મલ સ્કેન કર્યો હતો. મહેરબાની કરીને ગભરાટ ના ફેલાવો.

આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અભિમન્યૂને થર્મલ સ્કેન કર્યો તેના સીસીટીવી ફૂટેજ પણ ટ્વીટ કર્યાં છે

એરપોર્ટ ઓથોરિટીના ટ્વીટ બાદ અભિમન્યૂએ ટ્વીટ કરી કહ્યું કે આ અંગે DivyaBhaskar લખી ચૂક્યું છે. મને અન્ય મીડિયા હાઉસના પણ કોલ અને મેસેજ આવી રહ્યાં છે, મહેરબાની કરીને મને કોલ કે મેસેજ કરશો નહીં. મારે હવે વધુ કંઈ કહેવું નથી. અન્ય લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરી દીધી છે. આ તમામનો આભાર 

‘પરોઢિયે 3 વાગ્યે ટોરોન્ટોથી આવ્યો, કશું ચેકિંગ થયું જ નહીં’
અમદાવાદ એરપોર્ટ અને પીએમઓને ટેગ કરીને અભિમન્યુ નામના એક યુવાને આ ટ્વીટ કરી હતી. તેણે ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ટોરોન્ટોથી સવારે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયો... કશું ચેકિંગ-વેકિંગ થયું જ નહીં... થર્મલ ચેકના કોઈ ઠેકાણા નથી... ખાલી સ્વઘોષણાનું એક ફોર્મ ભરાવ્યું અને 14 દિવસ જાતે જ પોતાની રીતે ક્વોરેન્ટાઈનમાં રહેવાનું કહ્યું... આવી રીતે જ ચાલતું રહેશે તો ભારતને ભગવાન જ બચાવે... અહીં કોઈ ઠેકાણા નથી.. આમ અત્યારે આપણો દેશ કોરોના વાઈરસના ઈન્ફેક્શનના ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે આપણા જ એરપોર્ટ પર કેવી લાલિયાવાડી ચાલી રહી છે અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે તેનો આ સર્વોત્તમ નમૂનો છે.

‘હું પણ આજે જ અમદાવાદ એરપોર્ટ પર આવી, લાલિયાવાડી જ છે!’
આજે સવારે અમૃતસરથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલી નેત્રી ત્રિવેદી નામની ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીને પણ યોગાનુયોગે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર આવો જ અનુભવ થયો હતો. તેણે તો ત્યાં સુધી હૈયાવરાળ ઠાલવી હતી કે, આપણું તંત્ર હજી પણ એટલું જ નઘરોળ છે. એરપોર્ટ પર થર્મલ સ્કેનની વાત તો જવા દો, અહીં તો ટેમ્પરેચર માપવાની પણ કોઈ વ્યવસ્થા નથી. આવામાં કોરોનાને કેવી રીતે કાબૂમાં લઈશું. તેણે અભિમન્યુએ કરેલી ટ્વીટને રિટ્વીટ કરીને પોતાની સાથે પણ આવો જ અનુભવ થયો હોવાની પુષ્ટિ કરી હતી.

‘કોર્પોરેશન કે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર નહોતા’
નેત્રીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું એરપોર્ટ પર ઉતરી ત્યારે કોઈપણ વ્યક્તિને હેલ્થનું ચેકિંગ કરવામાં આવતું નહોતું. કોર્પોરેશન કે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા ન હતા. ફલાઈટમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત દેશમાંથી આવ્યા હોય તો ફ્લાઇટમાંથી ઉતરી એરપોર્ટ પર રિપોર્ટ કરવો પરંતુ એરપોર્ટ પર કોને રિપોર્ટ કરે? કોઈપણ વ્યક્તિ ત્યાં હાજર જોવા મળ્યું ન હતું. અન્ય રાજ્યમાં કનેકટિંગ ફ્લાઈટમાં બીજા રાજ્યમાંથી અમદાવાદ આવી શકે છે તો તમામને તપાસવા જોઈએ. ફ્લાઈટમાં અનેક લોકો હતા. મેં મારી જાતની કાળજી લીધી હતી. ઘરે આવ્યા બાદ સેનિટાઈઝર વડે તમામ વસ્તુઓ સાફ કરી હતી. કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક એરપોર્ટ પર ટેમ્પરેચર તપાસવાથી હેલ્થ ચેકિંગ નથી થતું.

અન્ય સમાચારો પણ છે...