તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસ ઘટાડવાનો કારસો:અમદાવાદ શહેરમાં ટેસ્ટિંગ ડોમ શોભાના ગાંઠિયા, એક કલાકમાં જ કિટ પૂરી, લોકો ટેસ્ટ માટે સતત ધક્કા ખાવા મજબૂર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ જગ્યાએ સવારે શરૂઆતના એક થી દોઢ કલાકમાં જ કિટ પૂરી થઈ ગઈ - Divya Bhaskar
તમામ જગ્યાએ સવારે શરૂઆતના એક થી દોઢ કલાકમાં જ કિટ પૂરી થઈ ગઈ

રાજ્યભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, તેમાં પણ અમદાવાદ તો કોરોના હોટસ્પોટ બની ચૂક્યું છે. જેને કારણે લોકોમાં પણ ભય વધ્યો છે જેના કારણે લોકો કોરોનાનો રિપોર્ટ કઢાવવા માટે પહોંચી જાય છે. શરૂઆતમાં ટેસ્ટિંગ ડોમ અને અર્બન હેલ્થ સેન્ટર પર કિટ મળી રહેતી હતી. પરંતુ હવે કેસ વધતા કોઈ કારણસર કિટ ખૂટી પડી હોય તેવું લાગી રહ્યું છે. લોકો સતત ધક્કા ખાઈ રહ્યા છે અને મેડિકલ ટીમ 2 વાગ્યાની મુદત આપીને ગાયબ જ થઈ જાય છે.

શહેરના મોટા ભાગના ટેસ્ટિંગ ડોમ 11:30 બાદ ખાલી જોવા મળ્યા હતા.
શહેરના મોટા ભાગના ટેસ્ટિંગ ડોમ 11:30 બાદ ખાલી જોવા મળ્યા હતા.

ભદ્ર, એલિસબ્રિજ, સહિતના વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ કિટ વિનાના
આ અંગે દિવ્યભાસ્કર દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટ માટે ઊભા કરવામાં આવેલ ડોમ અંગે તપાસ કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના ટેસ્ટિંગ ડોમ 11:30 બાદ ખાલી જોવા મળ્યા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારના ડોમમાં મેડકિલની ટીમ તો હતી, પરંતુ ટેસ્ટિંગ કિટ જોવા મળી નહોતી. ભદ્ર, એલિસબ્રિજ, પાલડી, કોચરબ આશ્રમ, નારણપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ કિટ વિનાના હતા. તમામ જગ્યાએ સવારે શરૂઆતના એક થી દોઢ કલાકમાં જ કિટ પૂરી થઈ ગઈ હતી, જેથી પાછળથી ટેસ્ટ કરાવવા આવનાર લોકોએ ધક્કા જ ખાવા પડ્યા હતા.

મેડિકલ ટીમે કહ્યું અમે શું કરીએ કિટ જ ઓછી આપવામાં આવે છે.
મેડિકલ ટીમે કહ્યું અમે શું કરીએ કિટ જ ઓછી આપવામાં આવે છે.

2 વાગ્યે આવવાનું કહ્યા બાદ મેડિકલ ટીમ જ ગુમ
ટેસ્ટિગ ડોમમાં હાજર મેડિકલ ટીમને જ્યારે પૂછવામાં આવ્યું કે શા માટે ટેસ્ટ કરવામાં આવતા નથી, ત્યારે તેમને જવાબ આપ્યો કે અમે શું કરીએ આગળથી કિટ જ ઓછી આપવામાં આવે છે. તમારે ટેસ્ટ કરાવવો હોય તો 2 વાગ્યા પછી આવજો 2 વાગે બીજી કિટ આવશે તેવો જવાબ આપવામાં આવતો હતો. પરંતુ 2 વાગ્યા બાદ મેડિકલ ટીમ જ ત્યાં હાજર નહોતી. ડોમમાં માત્ર ખુરશીઓ જ પડેલી જોવા મળી હતી. 2 વાગે આવવાનું કહેવું એ માત્ર દિલાસો આપવા જેવું જ હતું. 2 વાગ્યા બાદ જ્યારે કોઈ પૂછવા જાય ત્યારે કોઈ સ્થળ પર સિક્યુરિટી ગાર્ડ હાજર હોય તે બીજા દિવસે સવારે વહેલા આવી જજો તેવું કહી રહ્યા છે.

એક વ્યક્તિનો બે દિવસ સુધી રિપોર્ટ ન થઈ શક્યો
ઈન્કમટેક્સ ખાતે ટેસ્ટ કરાવવા આવેલ દિનેશભાઇએ જણાવ્યું હતું કે તેમને 18 દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે બાદ અત્યારે કોઈ લક્ષણના જણાતા તેઓ ફરીથી રિપોર્ટ કઢાવવા આવ્યા હતા. ત્યારે તેમને 2 દિવસ સુધી રિપોર્ટના થઈ શક્યો અને આજે તેઓ રિપોર્ટ કઢાવી શક્યા હતાં. ભદ્ર પાસેના ડોમની બાજુમાં જરૂરિયાતમંદ ઉમરલાયક વૃદ્ધા બેઠા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ અગાઉ ભદ્ર મંદિર પાસે બેસતા હતા જ્યાં દર્શન કરવા આવતા લોકો તેમને પૈસા અને ખાવાનું આપી જતા હતા. પરંતુ હવે મંદિર બંધ થતાં તેમણે ડોમ પાસે બેસવાનું ચાલુ કર્યું છે જેથી ટેસ્ટ કરાવવા આવતા લોકો તેમને મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...