લોકોને અપીલ:અમદાવાદના IPS અધિકારી વેક્સિનના બંન્ને ડોઝ લીધા બાદ કોરોના પોઝિટીવ, કહ્યું, ‘વેક્સિન કોરોના સામેના જંગમાં મદદરૂપ’

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
IPS રવિન્દ્ર પટેલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
IPS રવિન્દ્ર પટેલ ( ફાઈલ ફોટો)
  • મેં અને મારા પરિવારે વેક્સિન લીધી છે, દરેક લોકોએ વેક્સિન લેવી જોઈએઃ ડો રવિન્દ્ર પટેલ DCP ઝોન 1
  • વેક્સિનેશન માટે ડોક્ટર દ્વારા ટ્રાયલ થઈ હોય અને ડોક્ટર પણ પોતાનો ઓપિનિયન આપતા હોય છે

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સતત વધતા કેસ વચ્ચે અનેક લોકો વેક્સિન લેવા માટે તૈયાર નથી. બીજી તરફ વેક્સિન લેવાથી ડેથ રેટ ઘટાડી શકાય તેવું નિષ્ણાંત ડોક્ટરો કહી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસના ઝોન-1 DCP રવિન્દ્ર પટેલ રોલ મોડેલ સમાન છે. તેઓ પોતે ડોક્ટર છે અને IPS તરીકે પોલીસ ફોર્સમાં જોડાયા હતાં. તેમણે તાજેતરમાં વેક્સિનનના બંને ડોઝ લીધા હતા અને ત્યારબાદ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

મે અને મારા પરિવારે વેક્સિન લીધી છે
DCP રવિન્દ્ર પટેલ કહે છે વેક્સિનની અનેક પ્રકારની ટ્રાયલ પ્રક્રિયા બાદ એપૃવલ મળે છે. નિષ્ણાંત ડોક્ટર તેમના અભિપ્રાય પણ આપી ચૂક્યા છે. ત્યારે મેં વેક્સિન લીધી છે અને મારા આખા પરિવારને પણ વેક્સિન અપાવી છે. દરેકે વેક્સિન લેવી જોઈએ. કોરોના એક એવી બિમારી છે. જેણે ભલભલાને ડરાવી દીધાં છે. કોરોનાના કારણે અનેક લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. તેવા સમયે કોવિડ ટાસ્ક કમિટીના ગુજરાતના તમામ એક્સપર્ટ ડોક્ટર અત્યારે વેક્સિન લેવાની સલાહ આપી રહ્યાં છે. વેક્સિનના કારણે ડેથ રેટ અને સંક્રમણનું પ્રમાણ અટકાવી શકાય છે તેવું તજજ્ઞો માની રહ્યાં છે.

વેક્સિનથી ડરવાની જરૂર નથી
વેક્સિનના કારણે લોકોનો જીવ બચી શકે છે. તેનાથી ડરવાની જરૂર નથી. અમદાવાદ ઝોન-1ના DCP રવિન્દ્ર પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મેં વેક્સિનના બે ડોઝ લીધા હતાં. હું હાલ કોરોના પોઝિટિવ છું અને ક્વોરન્ટિન થયો છું. વેક્સિન કોરોના સામેના જંગમાં મદદરૂપ થશે. દરેકે વેક્સિન લેવી જોઈએ તેવું મારુ માનવું છે. જે તેમને અને તેમના પરિવારને મદદરૂપ થશે.

1 લાખ 66 હજાર 698ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 66 હજાર 698ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 85 લાખ 29 હજાર 83 લોકોને પ્રથમ ડોઝ અને 12 લાખ 3 હજાર 465 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 95 લાખ 65 હજાર 850નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 1 લાખ 18 હજાર 4 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 39 હજાર 630ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...