ફરજને પ્રાથમિકતા:અમદાવાદની લેબોરેટરીમાં કોરોના ટેસ્ટની કામગીરીનું ભારણ વધ્યું, લેબોરેટરીના 400 કર્મચારીઓ લોકોની સેવામાં લાગ્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ વર્કરોએ તહેવારને ભુલીને સેવાને મહત્વ આપ્યું - Divya Bhaskar
હેલ્થ વર્કરોએ તહેવારને ભુલીને સેવાને મહત્વ આપ્યું
  • સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ ડૉક્ટર અને નર્સનો સ્ટાફ ખડેપગે

સમગ્ર ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ અને સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે કોરોનાના દર્દીના ટેસ્ટ કરનારા હેલ્થ વર્કરોએ આજે ઉત્તરાયણની મજા માણવાને બદલે લોક સેવાને મહત્વ આપ્યું છે. આજે અમદાવાદમાં લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરનારા 400 જેટલા કર્મચારીઓએ તહેવારની ઉજવણીને બાજુમાં રાખીને લોકોની સેવા કરવા વધુ મહત્વ આપ્યું છે.

400 કર્મચારીઓ ખડેપગે હાજર
અમદાવાદની ક્રોસ લેબોરેટરીના સંચાલક વિનોદભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે કોવિડદના કેસ વધી રહ્યા છે. જેથી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટેનું કામનું ભારણ વધ્યું છે. અમદાવાદની 9 બ્રાન્ચના 400 જેટલા કર્મચારીઓ આજે તહેવારના દિવસે પણ લોકોની સેવામાં લાગેલા છે. બીજી તરફ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ ડૉક્ટર અને નર્સનો સ્ટાફ ખડેપગે ફરજ પર હાજર છે.

દર્દીઓની સારવાર માટે લેબમાં ફરજને પ્રાથમિકતા આપી
દર્દીઓની સારવાર માટે લેબમાં ફરજને પ્રાથમિકતા આપી

હેલ્થ વર્કરોએ ફરજને પ્રાથમિકતા આપી
અમદાવાદની કે.ડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પાર્થ દેસાઈએ જણાવ્યું કે કોવિડમાં કિસ્સાની સાથે સાથે ઉત્તરાયણના દિવસે લોકોને ઇજા થવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જેથી તાત્કાલિક સારવાર વોર્ડમાં સામાન્ય દિવસોમાં 20 લોકોનો સ્ટાફ હોય છે, પરંતુ આજના દિવસે ઇમર્જન્સીના કિસ્સાને પહોંચી વળવા માટે ડોક્ટર સહિત 30 લોકોનો સ્ટાફ કામે લાગ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ કર્મચારીઓ તહેવારની ઉજવણીની બાજુ મૂકી પોતાની ફરજ પ્રત્યે પ્રાથમિકતા આપી રહ્યા છે.