તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:મતદાન મથકે મતદારનું તાપમાન વધુ હશે તો કોરોના ટેસ્ટ કરાશે, પોઝિટિવ મતદાર PPE કિટમાં મતદાન કરી શકશે

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં કોરોના પોઝિટિવ મતદારો માટે ચૂંટણીપંચે જાહેર કરેલી એસઓપી મુજબ પોઝિટિવ મતદારોએ પીપીઇ કિટ પહેરી, ડિસ્ટન્સ જળવાય તેવા વાહન કે એમ્બ્યુલન્સમાં જઇને છેલ્લાં કલાક દરમિયાન મત આપવાનો રહેશે.

તબીબી પ્રમાણપત્ર મેળવીને પોઝિટિવ મતદારે મતદાનના એક દિવસ પૂર્વે ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે. કોવિડના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કે હોમ આઇસોલેશનમાં રહેલા મતદારોએ મતદાનના બે દિવસ પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. મતદાન મથકે મતદારનું તાપમાન જો 100.40 ડિગ્રી ફેરનહીટથી વધુ આવે અને અન્ય લક્ષણો હશે તો નજીકના સેન્ટર પર કોરોના ટેસ્ટ માટે મોકલાશે. તેમજ છેલ્લાં કલાક દરમિયાન મતદાન માટેનું ટોકન અપાશે.

તમામ મતદારોને હેન્ડગ્લવ્ઝ અપાશે
મતદાન મથકે તમામ મતદારોને ડિસ્પોઝેબલ હેન્ડગ્લવ્ઝ અપાશે. મતદાનના પૂર્વે તમામ મથકો સેનિટાઇઝ કરાશે અને સેનિટાઇઝર ઉપલબ્ધ કરાશે. માસ્ક સાથે જ મતદાન મથકમાં પ્રવેશ અપાશે. શંકાસ્પદ કિસ્સામાં મતદારની ઓળખ માટે માસ્ક હટાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો