તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:બ્રિટનથી ગુજરાત આવેલાં 1,720 પેસેન્જરના કોરોના ટેસ્ટ, 11 પોઝિટિવ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • શહેરમાં નવા 172 કેસ, 4 મોત, 3 વિસ્તાર કન્ટેઈમેન્ટમાં

કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇનને કારણે ભય ફેલાયો છે અને બ્રિટનમાં આ નવા સ્ટ્રેઇનના મહત્તમ કેસ મળતાં તમામ ફ્લાઇટ્સ ભારતે બંધ કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લાં 1 મહિનામાં કુલ 1,720 પેસેન્જર બ્રિટનથી આવ્યાં હતાં અને તેમના તમામના RT-PCR ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 11 પેસેન્જર પોઝિટિવ મળ્યા હતા. તેમનામાં નવા સ્ટ્રેઈનના લક્ષણો છે કે નહીં તે માટે સેમ્પલ પૂણે અને ગાંધીનગરની બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલાયાં છે.

25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં બ્રિટન તથા અન્ય યુરોપિયન દેશમાંથી આવેલા 572માંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 9થી 23 ડિસેમ્બર સુધીમાં 1,1148 લોકો આવ્યા હતાં. જેમાં અમદાવાદના 4, વડોદરા, આણંદ-ભરૂચના 2-2, વલસાડના 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં નવા 172 કેસ, 4ના મોત થયા છે. 3 વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો