સાંતેજમાં આવેલી રેડબ્રિક્સ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી, ટીચર્સ તથા સ્ટાફ મેમ્બર સહિત 15થી વધુ લોકોને કોરોના તથા કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે.સ્કૂલમાં મોટી સંખ્યામાં કેસ હોવાથી હાલ સ્કૂલ એક 6 ઓગસ્ટ સુધી ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. જોકે સ્કૂલનું કહેવું છે કે કોરોના નથી પરંતુ વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસ છે.
સ્કૂલે ફરીથી વાલીઓને એક લેટર મોકલ્યો હતો
રેડબ્રિક્સ સ્કૂલમાં 1 ઓગસ્ટે ઓનલાઇન વર્ગ ચાલ્યા હતા. સ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ હતા તથા કેટલાક વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ સોમવારે બપોરે સ્કૂલે ફરીથી વાલીઓને એક લેટર મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે હજુ 6 ઓગસ્ટ સુધી 1 થી 10 ધોરણ માટે ઓફલાઇન સ્ફુલ બંધ રહેશે અને સ્કૂલ ઓનલાઇન ચાલશે. સ્કૂલમાં ટીચર્સ,વિદ્યાર્થીઓ અને સ્ટાફના અનેક લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે તથા અનેક લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.ક્યાં ટીચર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે તે અંગે માહિતી આપી શકાશે નહીં.
કેટલાક સ્ટાફને લક્ષણ છે પરંતુ કોરોના નથી
એક વાલીના જણાવ્યા અનુસાર સ્કૂલમાં કેટલાય સમયથી વિદ્યાર્થીઓ અને ટીચર્સમાં કોરોનાના લક્ષણ છે છતાં સ્કૂલ ઓફલાઇન ચાલુ રાખાઈ હતી. સ્કૂલે વિદ્યાર્થીઓ માટે અગાઉ જ નિર્ણય કરવાની જરૂર હતી. સ્કૂલના કાઉન્સિલર સચી શેઠે જણાવ્યું હતું કે સ્કૂલમાં કેટલાક સ્ટાફને લક્ષણ છે પરંતુ કોરોના નથી. કેટલાક લોકોને ડેન્ગ્યુ તથા વાયરલ ઇન્ફેક્શનના કેસ છે. જેથી સ્કૂલને ઓનલાઇન કરવામાં આવી છે. જેથી બીજા અન્ય લોકો સુધી ઇન્ફેક્શન ના ફેલાય. આ અંગે ગાંધીનગર DEO ભરત વાઢેરે જણાવ્યું હતું આ અંગે તપાસ કરી તો સ્કૂલે અમને 4 શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું છે છતાં અમે સ્કૂલ પર જઈને તપાસ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.