કોરોના વકર્યો:સિવિલ કેમ્પસના પાંચ રેસિડન્ટ સહિત છ ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વટવા GIDCની BOB બ્રાંચમાં 10 કર્મી પોઝિટિવ આવતાં બેંક બંધ કરી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વટવા GIDCની બેંક ઓફ બરોડા બ્રાંચના ગ્રાહકોને અન્ય બ્રાંચમાં જવા સૂચના આપવામાં આવી
  • UN મહેતાના કાર્ડિયોલોજિસ્ટને કોરોનાનો ચેપ લાગ્યો

સિવિલ હોસ્પિટલનાં પાંચ રેસિડેન્ટ અને એક યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ સહિત સિવિલ કેમ્પસમાં 6 ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, દર્દીની સારવાર કરતાં પાંચ જેટલાં રેસિડેન્ટ ડોકટર્સને કોવિડનું સંક્રમણ લાગ્યું છે. આ પાંચ ડોક્ટરમાં 3 મેડિશિન વિભાગ,1 પેથોલોજી અને 1 ઓપ્થલમોલોજી વિભાગના રેસિડેન્ટ ડોકટર મળીને કુલ પાંચ રેસિડેન્ટ ડોકટર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેને પગલે જુનિયર ડોકટર્સ એસોસિએશન દ્વારા કોવિડ પોઝિટિવ આવેલાં ડોકટર્સને કેવી રીતે ક્વોરન્ટાઇન કરવા માટે દુવિધામાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે.

વટવા GIDCની બેંક ઓફ બરોડની બ્રાંચમાં નોટિસ લગાવવામાં આવી
વટવા GIDCની બેંક ઓફ બરોડની બ્રાંચમાં નોટિસ લગાવવામાં આવી

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, વટવા જીઆઈડીસીમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં 10 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. બેંક ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી બહાર નોટિસ બોર્ડ મારીને ગ્રાહકોને અન્ય નજીકની બ્રાન્ચમાં જવા માટે સૂચના આપવામાં આવી છે.

કેસ વધતાં AMTS-BRTSમાં આજથી 50 ટકા જ પેસેન્જર બેસાડવામાં આવશે
શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે મ્યુનિ.એ નિર્ણય લીધો છે કે, ગુરુવારથી એએમટીએસ અને બીઆરટીએસમાં માત્ર 50 ટકા મુસાફરોને બેસાડાશે. જ્યારે વેક્સિનના બંને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન ગુરૂવારથી શહેરની તમામ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં 50 ટકા ક્ષમતા સાથે જ મુસાફરોને બેસવા દેવામાં આવશે. તે ઉપરાંત મુસાફરો પાસેથી કોરોના વેક્સિન સર્ટિફિકેટ તપાસાશેે. તારીખ વીતી ગયા પછી પણ રસીનો બીજો ડોઝ ન લેનારાને બસમાં બેસવા દેવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...