• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Corona Report Of Both Patients Admitted To Civil Negative; 4 Days Ago A Woman one Man Was Admitted With A Suspicious Symptom Of Corona, 6 New Cases

અમદાવાદમાં કોરોના:સિવિલમાં દાખલ થયેલા બંને દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ; 4 દિવસ પહેલાં એક મહિલા-એક પુરુષ કોરોનાના શંકાસ્પદ લક્ષણ સાથે દાખલ થયાં હતાં, નવા 6 કેસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે એક પુરુષ અને મહિલા મળીને બે દર્દી દાખલ થયા હતા. પરંતુ, બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, છેલ્લાં ચાર દિવસમાં હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે એક મહિલા અને પુરુષ મળીને બે દર્દી તપાસ માટે આવ્યાં હતા. જેથી બંનેને 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરીને તાત્કાલિક તેમનો કોરોના રિપોર્ટ કરાયો હતો. જો કે, બંને દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે, જેથી તેમને હવે સિવિલ કે અન્ય વોર્ડમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે. મહત્ત્વની વાત એ છે કે, કોરોનાના કેસ ઘટ્યાં છે પણ કોરોના હજુ ગયો નથી, જેથી દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તેમજ વારંવાર હાથ ધોતા રહેવું જેવી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.

શહેરમાં બુધવારે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. શહેરમાં આજે પણ કોરોનાથી એકેય દર્દીનું મોત થયું નથી. જ્યારે 8,634 લોકોને રસી આપવામાં આવી હતી. અમદાવાદમાં જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. સોલા સિવિલમાં પણ કોરોનાનો એકેય દર્દી ન હોવાનું જાણવા મળ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના તમામ બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...