તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ:'પહેરેલાં માસ્ક, કચરો, ગટરનું પાણી અને થૂંકને કારણે સાબરમતીમાં જોખમ વધ્યું, નદીમાં વાયરસ ગંભીર બાબત છે'

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં પાણીમાંથી લેવાયેલા કોરોનાનાં સેમ્પલ પોઝિટિવ મળ્યાં
  • સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી સેમ્પલ લેવાયાં હતાં
  • IIT ગાંધીનગરના EARTH SCIENCEના આસિ. પ્રોફેસરની દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત

દેશમાં બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યારસુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળી આવ્યા છે. ત્રણેય પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયાં છે. ચાર મહિનામાં 16 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં 5 જેટલાં સેમ્પલ પોઝિટિવ જણાયાં હતાં.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાં કોરોના વાયરસનાં સેમ્પલ પોઝિટિવ આવવા મામલે DivyBhaskar સાથે IIT ગાંધીનગરના EARTH SCIENCEના આસિસન્ટ પ્રોફેસર મનીષકુમારે વાતચીત કરી હતી.

ભાસ્કર- સાબરમતી નદીમાં કોરોના વાયરસનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં એમાં કેટલાં સેમ્પલ પોઝિટિવ આવ્યાં?
પ્રો. મનીષકુમાર- સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર 2020 દરમિયાન સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી દર અઠવાડિયે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. કુલ 16 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 5 સેમ્પલમાં RANના 3 જીન મળી આવ્યા હતા. સામાન્ય રીતે બે જીન પોઝિટિવ આવે તો સંક્રમણ હોવાની પુષ્ટિ થાય છે. પાણીમાં કોરોના વાયરસ જીવિત છે કે મૃત છે એની ખબર પડતી નથી.

ભાસ્કર- પાણીમાંથી વાયરસ મળી આવવા કેટલું ગંભીર બાબત છે?
પ્રો. મનીષકુમાર- પાણીના સેમ્પલમાં જે વાયરસ મળી આવે છે એ જીવિત કે મૃત છે એ અમારા રિસર્ચમાં જાણી શકાયું નથી. અમે સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર 2020 દરમિયાન સેમ્પલ લીધા હતા. એપ્રિલ 2021માં અને હાલના સમયમાં પાણીમાં વાયરસ કેવો હશે એનો ખ્યાલ નથી, પરંતુ મોનિટરિંગ કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને પીવાનું પાણી જે નદી, તળાવમાંથી વાપરવામાં આવે છે એમાં મોનિટરિંગ કરવું જોઈએ. દર અઠવાડિયે 2 વાર એની તપાસ થવી જોઈએ, જેથી વાયરસ અંગે જાણકારી મળી શકે. WHOએ પણ કહ્યું હતું કે માત્ર માણસના શરીરમાં નહીં, પરંતુ વાતાવરણમાં પણ વાયરસ અંગે તપાસ જરૂરી છે, જેથી અમારા મુજબ પાણીમાં પણ મોનિટરિંગ કરવાની જરૂર છે.

ભાસ્કર- પાણીમાં વાયરસ કઈ રીતે ફેલાઈ શકે?
પ્રો. મનીષકુમાર- પાણીમાં વાયરસ ફેલાવવાનું કારણ સોલિડ વેસ્ટ હોઈ શકે છે. લોકોએ પહેરેલાં માસ્ક નાખી દીધા હોય, થૂંક, મળમૂત્ર વગેરેને કારણે પાણીમાં ફેલાય છે. પાણીમાં વાયરસ હોવું એ થોડી ખતરાની બાબત છે. કેટલું ગંભીર ઇન્ફેક્શન છે એ સામે નથી આવ્યું, પરંતુ નદી, તળાવ વગેરેમાં તપાસ કરતા રહેવું જોઈએ.